પ્રાકૃતિક ખેતી સાથે આવક વધારવા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પશુઓનું સંવર્ધન કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

રાજ્યપાલએ મુંદરા તાલુકાના ભોરારા ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈને જાતે ગાય દોહી.

કચ્છમાં ઇકો એગ્રો ટુરીઝમને પ્રોત્સાહન આપવા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ફાર્મ ખાતે હોમસ્ટેને ખુલ્લું મૂક્યું.

માંડવી,તા-૦૫ ઓક્ટોબર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુંદરા તાલુકાના ભોરારા ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ જાતે ગાય દોહી હતી.રાજ્યપાલએ જીવરાજભાઈ ગઢવીના જય માતાજી પ્રાકૃતિક ફાર્મમાં ગાય દોહીને ખેતીની આવક વધારવા પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પશુઓનું સંવર્ધન કરવા ખાસ સૂચન કર્યું હતું. આ સાથે રાજ્યપાલએ કચ્છમાં ઇકો એગ્રો ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક ફાર્મ ખાતે હોમસ્ટેને ખુલ્લું મૂક્યું હતું. ફાર્મની મુલાકાત વેળાએ રાજ્યપાલએ શાકભાજીનું હાર્વેસ્ટિંગ કરીને મલ્ટી લેયર શાકભાજી મોડેલને પ્રેરણારૂપ ગણાવ્યું હતું.આ પ્રસંગે તેમણે પ્રગતિશીલ ખેડૂત જીવરાજભાઈ સાથે સંવાદ કરતા તેમની પ્રાકૃતિક ખેતી તરફની સમર્પિતાની સરાહના કરી તેમની પ્રાકૃતિક ખેતી ક્ષેત્રની ઉપલબ્ધતાને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી ગણાવી હતી. જીવરાજભાઈની મહેનતના કારણે એક સમયે રાસાયણિક ખેતીના કારણે બંજર બનેલી જમીનનો ઓર્ગેનિક કાર્બન આજે ૨.૮૫ થી પણ વધારે હોઈ નોંધનીય બન્યો છે, તે બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા.આ ફાર્મની મુલાકાત વેળાએ ગ્રામજનો, પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂતોએ પણ રાજ્યપાલ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા,જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા અન્ય પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો