શ્રી કારડીયા રાજપૂત સમાજ, કેશોદ દ્વારા ભારત સરકારના રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત બક્ષીપંચ મોરચાના અધ્યક્ષશ્રી માનસિંહભાઈ પરમારના ભવ્ય સન્માન સમારોહનું આયોજન વિવેકાનંદ ટાઉનહોલ, કેશોદ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે માનસિંહભાઈ પરમાર ચાર ચોક ખાતે ભગવાન શ્રીરામના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી, ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તથા શરદ ચોક ખાતે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ઢોલ-શરણાઈના તાલે કુમકુમ તિલક કરી સાંસદશ્રી માનસિંહભાઈ પરમાર, ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખશ્રી પ્રતીક્ષાબેન દેવળીયા તથા ઉપસ્થિત મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય તથા સર્વધર્મ પ્રાર્થના સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળીયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જિલ્લા પંચાયતના સદસ્ય રામસિંહભાઈ ચૌહાણ, પૂર્વ સદસ્ય રામસિંહભાઈ ડોડીયા, માળિયા તાલુકાના અધ્યક્ષ કલ્પેશભાઈ ઝણકાર, વેરાવળ તાલુકાના અધ્યક્ષ પ્રદ્યુમનસિંહ ડોડીયા, કેયુરભાઈ દેવળીયા, રામજીભાઈ હેરમા, અજીતભાઈ વેગડ, વેપારી મહામંડળના વિરમભાઈ ઓડેદરા, વિજયભાઈ યાદવ, દિનેશભાઈ કાનાબાર, વનરાજભાઈ ખેર, વાલભાઈ પરમાર, પ્રતાપસિંહ ડોડીયા, હિતેષભાઈ ખેર, ભરતભાઈ કોરિયા, ગૌરાંગભાઈ વ્યાસ, દિપસિંહ પરમાર, હરીભાઈ પરમાર, રાજુભાઈ પંડ્યા, ડી.ડી. દેવાણી, ડૉ.અજય સાંગાણી, ડૉ.મિતેશ ખેર, ડૉ.રાજેશ સાંગાણી, ડૉ.સ્નેહલ તન્ના, જયેશભાઈ લાડાણી, પ્રવીણભાઈ ભાલારા, માલદેભાઈ બારીયા, સિદ્ધરાજસિંહ રાયજાદા, આર.પી. સોલંકી, રાજુભાઈ બોદર, હમીરભાઈ ભેડા, રામભાઈ કેશવાલા, પ્રવીણભાઈ વિઠલાણી, જતીનભાઈ સોઢા, લક્ષ્મણભાઈ ડોડીયા, નરેન્દ્રસિંહ ડોડીયા, કાનાભાઈ સુત્રેજા, ચિરાગભાઈ સુત્રેજા, લખુભાઈ સિસોદિયા, જયદીપસિંહ મોરી, જયદીપસિંહ ડોડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ સમાજોના પ્રમુખશ્રીઓ, જલારામ મંદિર, આઝાદ ક્લબ, ભારત વિકાસ પરિષદ જેવી સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, વેપારી મહામંડળના આગેવાનો, સમાજના અગ્રણીઓ, બહેનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સન્માનના સહભાગી બન્યા હતા. કેશોદ કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ ડૉ. હમીરસિંહ વાળાએ શાબ્દિક સ્વાગત કરી સાંસદશ્રી માનસિંહભાઈ પરમારના વિદ્યાર્થીકાળથી યુવાનો માટે કરેલા પ્રેરણાદાયી કાર્યો તથા તેમની કાર્યક્ષમતાને યાદ કરી સર્વ સમાજનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સમાજની જગ્યા માટે સૌપ્રથમ પ્રોત્સાહિત કરનાર રવિભાઈ સોલંકી તથા રાજમોતી પરિવારના યોગદાનને યાદ કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે ઉદ્યોગપતિ સ્વ. મેરામણભાઈ યાદવ, સમાજના પૂર્વ પ્રમુખ સ્વ.ગોવિંદસિંહ પરમાર તથા ઉપપ્રમુખ સ્વ.જયદીપસિંહ ડોડીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના સમાજ પ્રત્યેના યોગદાનને સ્મરણ કરવામાં આવ્યું હતું. સાંસદશ્રી માનસિંહભાઈ પરમારે સંગઠનમાં સક્રિય અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા સૌને હાકલ કરી હતી. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કલમ ૩૭૦ નાબૂદ કરવા સહિત દેશને વિકસિત ભારત તરફ લઈ જવા માટે થઈ રહેલા કાર્યોને બિરદાવ્યા હતા. તેમણે કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદની આઝાદી તથા ભારત સાથેના જોડાણ વિશે પણ વાત કરી હતી. ભારતને એકજૂટ કરવા સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્મરણો યાદ કર્યા હતા. સાંસદશ્રીએ સર્વ સમાજનો આભાર વ્યક્ત કરી સૌને સંસદ ભવનની મુલાકાત માટે નિમંત્રણ પાઠવ્યું હતું તથા આ અદકેરા સન્માન માટે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, કેશોદ સાથે સર્વ સમાજ, વિવિધ સંગઠનો અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળીયા, વેપારી મહામંડળ, આહિર યુવા મંચ, સમસ્ત બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ, હાટી દરબાર સમાજ, મહેર સમાજ, પટેલ સમાજ, વિવિધ સંગઠનો, ચંદવાણા ગામના યુવાનો તથા સેવાકીય સંસ્થાઓ દ્વારા માનસિંહભાઈ પરમારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાનકડા હરદેવસિંહ યાદવે વિકસિત ભારત વિષય પર ખૂબ સુંદર વાત રજૂ કરી હતી, જેને સાંસદશ્રી માનસિંહભાઈ પરમારે અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય દેવાભાઈ માલમે માનસિંહભાઈ પરમારને વિશેષ પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ સાંસદશ્રીની કાર્યશૈલીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. બીપીનભાઈ પરમારે યુવા સંસદને સમાજ વતી શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત સર્વ સમાજના અગ્રણીઓ, ભાઈઓ-બહેનો, યુવાનો, સેવાકીય સંસ્થાઓ તથા પત્રકારમિત્રોનો શ્રી કારડીયા રાજપૂત સમાજના શ્રી મૂળરાજસિંહ જાદવ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજ વતી સાંસદશ્રી માનસિંહભાઈ પરમારને મળેલા આટલા મોટા બહુમાન બદલ સમાજની એકતા જાળવી હરહંમેશ સાથ અને સહકાર આપશે તેવો વિશ્વાસ સમાજના મંત્રી તથા આ કાર્યક્રમના ઉદ્ઘોષક દિનેશભાઈ મોરીએ સમાજ વતી વ્યક્ત કર્યો હતો. આ તકે માનસિંહભાઈ પરમારે આ અદકેરા સન્માન માટે સર્વ સમાજ, સંસ્થાઓ તથા શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, કેશોદનો આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










