બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સમર્થનમાં કાલોલ બાર એસોસિએશન મેદાને: કોર્ટ કામકાજથી અચોક્કસ મુદત સુધી અળગા રહેવાનો ઠરાવ.

તારીખ ૦૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે કરેલ ઠરાવ મુજબ ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬ ના વિરોધ બાબતે કાલોલ બાર એસોસીએશન દ્વારા તા. ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ બેઠકમાં હોદ્દેદારો તેમજ બારના તમામ સભ્યો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે ઠરાવ નં.૧૪ પસાર કરવામાં આવ્યો હતો. જ્યાં ઠરાવ મુજબ, ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬ અંતર્ગત તકરારોના નિર્ણયોની સત્તા સ્મોલકોઝ કોર્ટની જગ્યાએ ભાડા સત્તાધિકારીઓ એટલે કે એડી. કલેક્ટર તથા ડે. કલેક્ટરને આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈથી ન્યાયિક સત્તા (જ્યુડિશિયલ ઓથોરિટી) પાસેથી સત્તા છીનવીને વહીવટી સત્તા (એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી)ને આપવામાં આવી છે, જેનાથી સમગ્ર ગુજરાતના વકીલો, પક્ષકારો અને સામાન્ય જનતા અસરગ્રસ્ત થશે. અને આ જોગવાઈ સામે સમગ્ર ગુજરાતમાં વિરોધનો સૂર ઉઠ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી વકીલ મંડળો દ્વારા તમામ કોર્ટોના કામકાજથી સ્વૈચ્છિક રીતે અળગા રહી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે અસાધારણ સભા બોલાવી સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે, સોમવાર તા. ૦૫/૧૦/૨૦૨૬ થી જ્યાં સુધી વિધેયકની આ વાંધાજનક જોગવાઈઓનો વકીલો અને પક્ષકારોના હિતમાં સંતોષજનક ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગુજરાતની તમામ કોર્ટોમાં અચોક્કસ મુદત સુધી વકીલો કોર્ટ કામકાજથી સ્વૈચ્છિક રીતે અળગા રહી વિરોધ પ્રદર્શિત કરશે. જ્યાં બાર કાઉન્સીલના આ ઠરાવને કાલોલ બાર એસોસીએશન સંપૂર્ણ સમર્થન આપે છે અને અચોક્કસ મુદત સુધી કોર્ટ કામગીરીથી અળગા રહેવાનો ઠરાવ કરે છે. મંડળ દ્વારા રોજ-રોજ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે જેમાં તમામ હોદ્દેદારો અને સભ્યશ્રીઓ હાજર રહેશે.સાથે સાથે કાલોલ બાર એસોસીએશને નામદાર કોર્ટને નમ્ર વિનંતી કરી છે કે, આ ઠરાવના કારણે વકીલો અને પક્ષકારોની ગેરહાજરીને દરગુજર કરી, જે કેસમાં પરિસ્થિતિ હોય તે યથાવત રાખવામાં આવે અને ન્યાયિક કાર્યવાહીમાં કોઈ વોરંટ કે અન્ય કાર્યવાહી ન કરવામાં આવે. તેવી માંગ લેખીત પ્રત્ર દ્વારા કરવામાં આવી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો