MORBI મોરબી ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા વોર્ડ નં. ૬ ના તેજસ્વી તારલાઓ માટે યોજાયો ‘સરસ્વતી સન્માન સમારોહ’

MORBI મોરબી ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા વોર્ડ નં. ૬ ના તેજસ્વી તારલાઓ માટે યોજાયો ‘સરસ્વતી સન્માન સમારોહ’

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬ના યુવા કોર્પોરેટર કેયુરભાઈ એન. પંડ્યા દ્વારા વોર્ડ નં. ૬માં કેજી તથા ધોરણ ૧થી ૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે આજે **‘સરસ્વતી સન્માન સમારોહ’**નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ ના ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું.

 

મોરબીના સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, શનાળા મેઈન રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

oplus_140509184

આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, ડો. દિલીપભાઈ ભટ્ટ, ભુપતભાઈ જારીયા, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, જયવંતસિંહ જાડેજા, અજયભાઈ કોટક, વિવેકભાઈ ગોલતર, ક્રિષ્નાબેન પરમાર, વિક્રમભાઈ વાંક,એન.એન. ભટ્ટ સાહેબ, અમૂલભાઈ જોષી, નિમેષભાઈ અંતાણી, મુકેશભાઈ પંચોલી, પી.પી. જોષી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને જીવનમાં સતત મહેનત, શિસ્ત અને શિક્ષણના માધ્યમથી આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

કેયુરભાઈ એન. પંડ્યા દ્વારા આયોજિત આ સરસ્વતી સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આવા સન્માન સમારોહ દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન મળવાની સાથે સમાજમાં શિક્ષણ અને મહેનતનું મહત્વ વધુ મજબૂત બને છે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધા સાથે મળીને અલ્પાહાર ગ્રહણ કરી કાર્યક્રમને સ્નેહભર્યા વાતાવરણમાં પૂર્ણ કર્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો