મહીસાગર જિલ્લાની ITI તથા કોલેજોમાં યુવા મતદારો માટે વિશેષ માર્ગદર્શન કેમ્પ યોજાયો

મહીસાગર જિલ્લાની ITI તથા કોલેજોમાં યુવા મતદારો માટે વિશેષ માર્ગદર્શન કેમ્પ યોજાયો

**મહીસાગર જિલ્લાની ITI તથા કોલેજોમાં યુવા મતદારો માટે વિશેષ માર્ગદર્શન કેમ્પ યોજાયો
**
આગામી રવિવારે તમામ મતદાન મથકો પર યોજાશે વિશેષ નોંધણી ઝુંબેશ
**

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….

લોકશાહીના મહાપર્વમાં પ્રત્યેક નાગરિકની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા અને કોઈ પણ પાત્ર નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તેવા ઉમદા આશય સાથે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મહીસાગર જિલ્લામાં મતદારયાદી સતત સુધારણા અંતર્ગત ‘SVEEP’ (સ્વીપ) કાર્યક્રમ હેઠળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ માર્ગદર્શન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના ૧ર૧-બાલાસિનોર મતવિસ્તાર હેઠળની ITI વિરપુર, ITI બાલાસિનોર, ITI ફાગવેલ તેમજ પી.ટી.સી. કોલેજ અને અંજુમન કોલેજ- બાલાસિનોર, ૧૨૨-લુણાવાડા મતવિસ્તારની ITI મોટાસોનેલા અને ITI બાકોર તથા ૧ર૩-સંતરામપુર મતવિસ્તાર અંતર્ગત સહજાનંદ કોલેજ, આદિવાસી આર્ટસ કોલેજ અને ITI દિવડા કોલોની (કડાણા) ખાતે ખાસ જાગૃતિ શિબિરો યોજાઈ હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને સંસ્થાના સ્ટાફે ઉત્સાહભેર જોડાઈને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમજ પ્રથમ વખતના યુવા મતદારોને નામ નોંધણી પ્રક્રિયાથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી, અર્પિત સાગર (IAS) તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટરશ્રી, એચ. ટી. મકવાણા દ્વારા ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ પાત્ર યુવા નાગરિકોને લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવવા આ અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવવા ખાસ અપીલ કરવામાં આવી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો