મેંધરમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે ત્રીજા દિવસે પણ તંત્રનો સપાટો ,૧૦,૦૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના મેંધર ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવાયેલા ઝીંગા તળાવો સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. સતત ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આજે અંદાજે ૧૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

મેંધર ગામના બ્લોક નં. ૯૦૩, રી-સર્વે નં. ૬૮૪ની સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ઝીંગા તળાવો બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાની વિગતોના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, ચીખલી, મામલતદાર સહિતના અધિકારીઓ અને સંબંધિત તંત્રની ટીમ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા તળાવોના પાળા તથા અન્ય દબાણો દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે જ ઝીંગા એસોસિયેશનના પ્રમુખના તળાવોથી કાર્યવાહી શરૂ થયાનો ઉલ્લેખ

અત્રે નોંધનીય છે કે, મેંધરમાં શરૂ કરાયેલી આ દબાણ હટાવવાની ઝુંબેશના પ્રથમ દિવસે જ ઝીંગા એસોસિયેશનના પ્રમુખ સાથે સંકળાયેલા ગેરકાયદેસર તળાવોના દબાણોથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ સામે આવ્યો છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં તંત્રની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.

 

દરમિયાન આજે વધુ ૧૦,૦૦૦ ચોરસ મીટર જેટલા વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવતા, ગેરકાયદેસર ઝીંગા તળાવો સામેની ઝુંબેશ વધુ વ્યાપક બનતી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા હજુ પણ સ્થળ પર કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આવી દબાણ હટાવવાની કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને કાયદાનો ભંગ કરનાર તત્વો સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મેંધરમાં ચાલી રહેલી આ કાર્યવાહીથી સરકારી જમીન પર ગેરકાયદેસર ઝીંગા તળાવો ઉભા કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો