શ્રી નકલંક ગુરૂધામ- શક્તિનગર,હળવદ ખાતે સર્વજ્ઞાતિ સમાજ સમૂહ લગ્ન યોજાયો.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર આવેલ શ્રી રામદેવપીર મંદિર શ્રી નકળંગ ગુરૂધામ-શક્તિનગર હળવદ ખાતે શ્રી નકલંક ગુરૂધામ સર્વ જ્ઞાતિ સેવા સમિતિ તેમજ ભક્ત મંડળ તથા પટેલ જેઠાભાઈ મનજીભાઈ ( જેઠા બાપા), પટેલ પરષોત્તમભાઈ ભાણજીભાઈ,નવીનભાઈ નારાયણભાઈ ભગત દ્વારા પરમ પૂજ્ય મહંતશ્રી દલસુખરામ મહારાજ ગુરૂશ્રી બળદેવદાસ મહારાજ ની પ્રેરણાથી યોગી મહારાજના માર્ગ દર્શન હેઠળ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રાંતના મહામંત્રી પ્રભુચરણદાસજી મહારાજ કવાડીયાના મુખ્ય મહેમાન પદે હળવદના શાસ્ત્રીશ્રી જયેન્દ્રપ્રસાદ સી.જોષી સહીત ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે ૨૨ નવ યુગલોએ ૨૧મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ને બુધવારના રોજ સવારે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.મહંતશ્રી દલસુખરામ મહારાજ અને પીપળીધામ ના સંતશ્રી મુખી મહારાજે પ્રાસંગિક પ્રવચન કરી નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.આ અવસરે દરેક કન્યાઓને ૨૧૦ લીટર ગોદરેજ ફ્રિજના દાતા દાનવીર ભામાશા નરેશભાઈ પ્રજાપતિ અમદાવાદ,સ્ટીલ નું પ્રેસર કુકરના દાતા સંઘાણી કાનજીભાઈ ડુંગરશીભાઈ નવા ઘનશ્યામગઢ-હળવદ,એક લાખ રૂપિયાના દાતા નિમીષા મનીષા ભાવણી -ઘાટકોપર મુંબઈ,કવૈયા ચેતનભાઈ કાંતિભાઈ, એન. કે.વ્યાસ-હળવદ,ભરતભાઈ કેહરભાઈ ભાટિયા-કોંઢ, હરેશભાઈ લીંબાભાઈ રબારી-શક્તિનગર, દિવ્યેશભાઈ છગનભાઈ- મોરબી,જેરામભાઈ ગંગારામભાઈ દલવાડી -લીલાપુર,યશભાઈ નીતિનભાઈ પટેલ-હળવદ સહીત અનેક લોકોએ રોકડ અનુદાન આપી સહભાગી થયા હતા.આયોજક સમિતિના દેવજીભાઈ ઠાકોરદેવીપુર,જાદુભાઈ લોદરિયા-સુખપુર,દુદાભાઈ દલવાડી- લીલાપર, જગાભાઈ ઠાકોર- શક્તિનગર, મનસુખભાઈ પ્રજાપતિ-હળવદ, અશોકભાઈ પ્રજાપતિ હળવદ,હરેશભાઈ રબારી શક્તિનગર,જેરામભાઈ દલવાડી લીલાપર,હસુભાઈ ઈશ્વરનગર- હળવદ, જેઠાભાઈ રામજીયાણી-હળવદ સહીત અનેક ભાવિક ભક્તોએ ખડે પગે રહી સેવા પુરી પાડી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ સ્ટેજ સંચાલન મહેશભાઈ રજાભાઈ રામજીયાણીએ કર્યું હતું.શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ ના પ્રમુખ રમેશભાઈ,કન્વીનર ઉમેશભાઈ નેકરીયા, ખજાનચી મહેશભાઈ ઊંઝિયા,કાંકરેજ/ઓગડ તાલુકા પ્રેસરિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા,અશોકભાઈ પંચાલ અમદાવાદ, મુકેશભાઈ મોરપીંયા કસલપુરા,મીડિયા કર્મી મયુરભાઈ સહીત દાતાઓ, આયોજકો અને પધારનાર દરેક મહેમાનોનું ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરી પૂજ્ય દલસુખરામબાપુ એ આશીર્વાદ આપ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530










