ગુજરાતમાં સૌપ્રથમ ઐતિહાસિક પહેલ, વેલિયન્ટ વિઝનરી લીડર્સ એવોર્ડ્સ 2026 અમદાવાદ શહેર બન્યુ ઇતિહાસનું સાક્ષી.

રાજપીપળા : જુનેદ ખત્રી
વેલિયન્ટ ક્રિએટર મીટ એન્ડ એવોર્ડ્સ 2026 રેનેસન્સ હોટલ, મેરિયોટ , અમદાવાદ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય ક્રિકેટર ઋષિ ધવન, પૂર્વ ક્રિકેટર વિપુલ નારીગરા અને ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડ હાજર રહ્યા હતા.

તેની સાથે જ આમંત્રિત મહેમાનોમાં ગુજરાતના 25 પ્રતિભાશાળી ક્રિએટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.વેલિયન્ટ ક્રિએટર મીટ એન્ડ અવોર્ડ્સ દ્વારા ગુજરાત તથા નેશનલ લેવલ પર લોકોને મોટીવેશન તથા ઇન્સ્પિરેશન આપનારા ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિઓને વેલિયન્ટ વિઝનરી લીડર અવોર્ડ્સ 2026 દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના જાણીતા અને ખ્યાતિપ્રાપ્ત નામોને અવોર્ડ્સ મળ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં રમનાર ઋષિ ધવન, પૂર્વ ક્રિકેટર અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર વિપુલ નારીગરા, એશિયન ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને વેલિયન્ટ વિઝનરી લીડર અવોર્ડ્સ 2026 દ્વારા ગુજરાતની ખ્યાતિ વધારવા બદલ અને લોકોને ઇન્સ્પાયર કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
વેલિયન્ટ વિઝનરી લીડર્સ અવોર્ડ્સ 2026 થી સન્માનિત થનાર ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિઓ:
ગુજરાતના મોટીવેશનલ સ્પીકર અને લાઇફ કોચ મનીષ વઘાસિયા, મધુસુદન વિદ્યાપીઠ સુરતના ટ્રસ્ટી લાલજીભાઈ નકુમ અને ટીમ, વુમન એમ્પાવરમેન્ટ દર્શાવતા સુનિતા નંદવાણી, યંગ બિઝનેસમેન અને કો-ઓનર ઓફ VPL ટીમ અમદાવાદ ફાઇટર રાજન ડેર, બિઝનેસમેન પ્રકાશ રાઠોડ, ભરત વાઘસિયા અને સંદીપ રાવલને ભારતીય ક્રિકેટર અને ગોલ્ડ મેડાલિસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રતિભાશાળી વ્યક્તિઓ ગુજરાત અને દેશભરના યુવાનોને પ્રેરિત કરવાની સાથે જ મોટીવેશન પૂરું પાડે છે. ગુજરાતના ઇતિહાસમાં આ ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિઓ પ્રથમ વેલિયન્ટ વિઝનરી લીડર્સ 2026 અવોર્ડ્સ મેળવનાર વ્યક્તિઓ બન્યા.
વેલિયન્ટ ક્રિએટર્સ મીટ એન્ડ અવોર્ડ્સ 2026 કો-પાવર્ડ બાય મધુસુદન વિદ્યાપીઠ સુરત હતું અને D’folk સ્પોર્ટ્સ એન્ડ ઇવેન્ટ્સ મેનેજમેન્ટ દ્વારા અવોર્ડ્સ સફળતાપૂર્વક અમદાવાદમાં યોજાયો હતો.
વેલિયન્ટ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માં વેલિયન્ટ વિઝનરી લીડર 2026 એવોર્ડ્સ યોજાશે અને ગુજરાતીઓ ની ખ્યાતિ ને સન્માનિત કરાશે









