ફાટકમુક્ત જૂનાગઢનું સ્વપ્ન થશે સાકાર : ગ્રોફેડ ખાતે રૂ.૪ કરોડના ખર્ચે નવું મીટરગેજ સ્ટેશન બનશે, મુખ્ય રેલવે સ્ટેશનની ₹૧૦૦ કરોડથી વધુના ખર્ચે થશે કાયાપલટ

ધારાસભ્ય સંજય કોરડીયાએ સ્થળ મુલાકાત લઈ વિકાસકાર્યોની ગુણવત્તા અને કામગીરીની પ્રગતિનું કર્યું નિરીક્ષણ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરના નાગરિકો માટે વર્ષો જૂની ફાટકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાનું સ્વપ્ન હવે ખૂબ જ ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ધારાસભ્ય સંજય કોરડીયાએ પ્રજાજનોને આપેલું ‘ફાટકમુક્ત જૂનાગઢ’નું સંકલ્પપત્રનું વચન પૂર્ણતાના આરે પહોંચ્યું છે.
શહેરમાંથી પસાર થતી મીટરગેજ રેલવે લાઈન પરના ફાટકોને કારણે સર્જાતી ગંભીર ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલરૂપે ગ્રોફેડ ખાતે અંદાજે રૂ.૪ કરોડના ખર્ચે મીટરગેજ રેલવેનું નવું સ્ટેશન આકાર લઈ રહ્યું છે. ૨૫૦ મીટર લંબાઈના બે પ્લેટફોર્મ ધરાવતું આ નવું સ્ટેશન કાર્યરત થતાં જ શહેરની અંદરના ૮ રેલવે ફાટકો કાયમ માટે દૂર થશે, જેથી નાગરિકોને દૈનિક ટ્રાફિક જામમાંથી કાયમી છુટકારો મળશે. આ ઉપરાંત, જૂનાગઢના મુખ્ય રેલવે સ્ટેશનનું પણ રૂ.૧૦૦ કરોડથી વધુના ખર્ચે વિશ્વકક્ષાની સુવિધાઓ સાથે આધુનિકીકરણ થઈ રહ્યું છે, જે ઐતિહાસિક અને ધાર્મિક નગરીના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ આપશે.
ધારાસભ્ય સંજય કોરડીયાએ બંને મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ રેલવે અધિકારીઓ અને ઈજનેરો સાથે સમીક્ષા બેઠક યોજી નિર્ધારિત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તા સાથે કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ પ્રોજેક્ટ્સ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સાથે મળીને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, જેને કેન્દ્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી વેગવંતું બનાવવામાં આવ્યું છે.
ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, “ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તે પૂરું કરે છે. જૂનાગઢને ફાટકમુક્ત બનાવવાની નેમ હવે હકીકતમાં પરિણમી રહી છે, જે શહેરના આધુનિક માળખાકીય વિકાસ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે.”

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

તરવાથી ઉત્તરાજ તરફ જવાના માર્ગની બાજુમા ઝાડી-ઝાંખરાને કારણે વાહનચાલકોને સામેથી આવતા વાહનો જોવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જેના પગલે આ માર્ગ પર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જવાબદાર તંત્ર દ્વારા ઝાડી-ઝાંખરાની સફાઈ કરાવવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માંગ ઉઠી છે.

Horoscope

Weather

વધુ વાંચો

તરવાથી ઉત્તરાજ તરફ જવાના માર્ગની બાજુમા ઝાડી-ઝાંખરાને કારણે વાહનચાલકોને સામેથી આવતા વાહનો જોવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જેના પગલે આ માર્ગ પર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જવાબદાર તંત્ર દ્વારા ઝાડી-ઝાંખરાની સફાઈ કરાવવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માંગ ઉઠી છે.

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો