યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિના પ્રાંરભ પેહલા ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૧૦.૨૦૨૬

આસો નવરાત્રીના પ્રારંભ પૂર્વે આજે શનિવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા, મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.આવતીકાલથી આસો નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે પાવાગઢ સ્થિત 51 શક્તિપીઠ યાત્રાધામ ખાતે આજે શનિવારના રોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ માઈભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે સમગ્ર પાવાગઢ ધામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું.નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને માતાજીનાં દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. મોટી સંખ્યામાં યાત્રાળુઓના આગમનથી યાત્રાધામમાં ચહલપહલ જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ જય માતાજીના નાદથી ગુંજી ઊઠ્યું હતું.યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં માતાજીનાં દર્શન કરી શકે.આસો નવરાત્રીના પાવન પર્વ પૂર્વે પાવાગઢ ધામમાં જોવા મળેલી ભક્તોની ભારે ભીડ આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શનાર્થે આવે તેવા સંકેતો આપી રહી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો