તા.૧૦/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ અને મહિલાલક્ષી યોજનાઓનો શુભારંભ તેમજ વિચારતી-વિમુક્ત જાતિના પરિવારોને રહેણાકના પ્લોટની ફાળવણી કાર્યક્રમ અર્થે રાજકોટની મુલાકાતે છે. આ અવસરે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેમનું ભાવભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ તકે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા, રેન્જ આઇ.જી. શ્રી નિર્લિપ્તરાય, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી અતુલસિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન બાદ રેસકોર્સ મેદાન ખાતે ગ્રામહાટ લોકાર્પણ કાર્યક્રમમાં જવા પ્રસ્થાન કર્યું હતું.












