કસ્તુરબા બાલિકા વિદ્યાલય, અરણેજ ખાતે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી.

જિલ્લા કાનુની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા 10 ઑક્ટોબરના રોજ કસ્તુરબા બાલિકા વિદ્યાલય, અરણેજ ખાતે દ્વારા માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામા વિદ્યાર્થિનીઓને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ, પરીક્ષાનો તણાવ, ચિંતા અને હતાશાથી બચવાના ઉપાયો, હકારાત્મક વિચારસરણી તથા માનસિક મુશ્કેલીના સમયે પરિવાર, શિક્ષકો અને નિષ્ણાતોની મદદ લેવાની જરૂરિયાત વિશે સમજ આપવામાં આવી હતી.માનસિક સ્વાસ્થ્ય અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા, માનસિક મુશ્કેલી અનુભવતી વ્યક્તિઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવા તથા દરેક વ્યક્તિના ગૌરવ અને અધિકારોનું સન્માન કરવા માટે પ્રેરિત કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવાનો અને સ્વસ્થ મન તથા સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રોત્સાહિત કરવાનો હતો: સ્વસ્થ મન, સ્વસ્થ જીવન — માનસિક સ્વાસ્થ્યની સંભાળ, સૌની જવાબદારી. આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા, દિવ્યાબેન જે. મકવાણા, વોર્ડન કમ હેડ ટીચર રંજન પરમાર, સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો