જામખંભાળિયા નગરપાલિકા યોગ કેન્દ્ર હોલ ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

જામખંભાળિયા નગરપાલિકા યોગ કેન્દ્ર હોલ ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો

કેશ ક્રેડીટ કેમ્પમાં ૦૯ સ્વ સહાય જૂથોને રૂ.૨૦ લાખ કરતા વધુની રકમનું ધિરાણ અપાયું

જામનગર

(નયના દવે દ્વારા)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા નગરપાલિકા યોગ કેન્દ્ર હોલ ખાતે મિશન મંગલમ યોજના અંતર્ગત જામખંભાળિયા તાલુકાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૦૯ સ્વ સહાય જૂથને રૂ.૨૦.૭૮ લાખનું ધિરાણ આપવામાં આવ્યું હતું.

 

કેમ્પ દરમિયાન સ્વ સહાય જૂથની બહેનોને બેંક કેશ ક્રેડિટ લોન, ક્રેડિટ લિંકેજ, બેંકિંગ પ્રક્રિયા તથા ધિરાણનો યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ સ્વરોજગાર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી બહેનોને પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવા, જરૂરી કાચો માલ ખરીદવા અને આવકમાં વધારો કરવા માટે કેશ ક્રેડિટ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.

 

આ કેશ ક્રેડિટ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો તથા તેમના સ્વરોજગાર અને આજીવિકા પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે જરૂરી નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. આ કેમ્પમાં અધિકારીશ્રી, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો