MORBI:મોરબી ગણેશ વિસર્જન માટે તંત્ર સજ્જ; ૪ પીકઅપ પોઈન્ટ્સ અને લીલાપર-વીરપર રોડ પર વિસર્જન સ્થળ નક્કી કરાયું

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી તા. ૨૩/૦૯/૨૦૨૬ અને ૨૫/૦૯/૨૦૨૬ ના રોજ યોજાનાર ગણેશ વિસર્જન પર્વ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
નાગરિકો તથા વિવિધ ગણેશ મંડળોને વિસર્જન પ્રક્રિયામાં સરળતા રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૪ મુખ્ય પીકઅપ પોઈન્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે:

એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ (વી.સી. ફાટક પાસે) એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ – પોલીસ પરેડ ગ્રાઉન્ડ – સ્કાય મોલની બાજુમાં (સનાળા રોડ) – અનધિકૃત સ્થળોએ વિસર્જન ન કરવા અપીલ
આ વર્ષે શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે લીલાપર થી વીરપર જતા રસ્તા પર આવેલી ખાણ નક્કી કરવામાં આવી છે. વિસર્જન સ્થળે તંત્ર દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને મંડળોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે અન્ય કોઈ અનધિકૃત જળાશયો કે સ્થળોએ વિસર્જન ન કરતા માત્ર નિયત કરાયેલા સ્થળનો જ ઉપયોગ કરે અને સ્થળ પર હાજર તંત્રની ટીમને પૂરતો સહકાર આપે.











