ભરૂચ: નબીપુર પોલીસ મથક ખાતે રેન્જ IG સંદીપસિંહની અધ્યક્ષતામાં ઇન્સ્પેકશન યોજાયું

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશનમાં આયોજન, નબીપુર પોલીસ મથકનું ઇન્સ્પેકશન યોજાયું, આઈ.જી.સંદીપસિંહ રહ્યા ઉપસ્થિત, પોલીસ કર્મીઓના કામની કરાય તપાસ, એસ.પી.અક્ષયરાજ મકવાણા પણ રહ્યા હાજર

ભરૂચના નબીપુર પોલીસ મથક ખાતે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહની અધ્યક્ષતામાં ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આઈ.જી.સંદીપસિંહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઇન્સ્પેકશનમાં નબીપુર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસણી કરવામાં આવી હતી તેમજ સુઘડ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રેન્જ આઇજીએ જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે. આ પ્રસંગે એસ.પી.અક્ષય રાજ મકવાણા સહિત ડી.વાય.એસ.પી સી.કે.પટેલ, નબીપુર પોલીસ ઇન્સ્પેક્ટર ટી.આર.ચૌધરી  તેમજ પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો