મોરબી: સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રમતા ૭ જુગારીઓ ₹૫૩ હજારથી વધુની રોકડ સાથે ઝડપાયા

મોરબી:શહેરમાં જુગાર પ્રવૃત્તિ સામે કડક વલણ અપનાવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લિલાપર કેનાલ રોડ પરથી સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે લિલાપર કેનાલ રોડ, એસ. પી. રોડના નાકા પાસે આવેલા ફીંદલની વાડી, બોરીયાપાટી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ૭ શખ્સો ઝડપાઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ₹૫૩,૦૮૦ ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઝડપાયેલા આરોપીઓ: રાજેશભાઇ ઘેલાભાઈ કંજારીયાભગવાનજીભાઈ અવચરભાઈ નકુમ -સુરેશભાઈ લખમણભાઈ નકુમ -સંજયભાઈ અરજણભાઈ જાદવદેવરાજભાઈ મુળજીભાઇ પરમાર – નારણભાઈ છગનભાઈ પરમાર -જગદીશભાઈ દામજીભાઇ ડાભી (તમામ રહેવાસી: બોરીયાપાટી વિસ્તાર, મોરબી)
પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











