MORBI:મધરાતે માનવતા મહેકી: યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી

MORBI:મધરાતે માનવતા મહેકી: યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી

 

મોરબી:”રક્તની જરૂરિયાતમાં, માનવતાનો સહારો” સૂત્રને સાર્થક કરતા મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન સંચાલિત ‘પ્રોજેક્ટ રક્તસેતુ’ દ્વારા વધુ એક જરૂરિયાતમંદ સ્વજન માટે સમયસર રક્તની વ્યવસ્થા કરી માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

વિગત અનુસાર, મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા વર્ષાબેન અમૃતલાલ આદ્રોજા માટે અતિ દુર્લભ ગણાતા ‘AB Negative’ (AB-) બ્લડની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. તબીબી વિજ્ઞાન મુજબ AB Negative બ્લડ ગ્રૂપ ‘Rare of the Rare’ કેટેગરીમાં આવે છે, જે દર ૧૦૦૦ લોકોમાંથી માત્ર ૨ કે ૩ વ્યક્તિઓમાં જ જોવા મળે છે. સામાન્ય રીતે બ્લડ બેંકોમાં પણ આ ગ્રૂપ સરળતાથી ઉપલબ્ધ હોતું નથી.

આ કપરી પરિસ્થિતિમાં તેમના પરિવાર દ્વારા મોડી રાત્રે યુવા શક્તિ ફાઉન્ડેશનની હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદ માંગી હતી. હેલ્પલાઇન એડમિન ટીમે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તુરંત જ ફાઉન્ડેશનના સક્રિય સભ્ય શ્રી જયદીપભાઈ અઘેરાનો સંપર્ક કર્યો હતો.

જયદીપભાઈએ પણ જરાય વિલંબ કર્યા વગર, સમયની કિંમત સમજી મોડી રાત્રે મોરબીની સંસ્કાર બ્લડ બેંક પહોંચીને પોતાનું કિંમતી ‘AB Negative’ રક્ત દાન કર્યું હતું. સમયસર રક્ત મળી રહેતાં સારવાર યોગ્ય રીતે આગળ વધી શકી, જેના પગલે આદ્રોજા પરિવારે રક્તદાતા જયદીપભાઈ અઘેરા તેમજ યુવા શક્તિ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

અને હા, તમે પણ બની શકો છો કોઈના જીવનના ‘રિયલ હીરો’!

યુવા શક્તિ ફાઉન્ડેશન મોરબી દ્વારા ‘હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન’ મુહિમ ચલાવવામાં આવે છે, જેથી ઈમરજન્સી સમયે સ્વજનો સુધી ઓછામાં ઓછા સમયમાં રક્ત પહોંચાડી શકાય. સંસ્થા દ્વારા જાહેર જનતા અને યુવાનોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો આપ પણ સેવાના આ ભગીરથ કાર્યમાં જોડાઈને કોઈનો જીવ બચાવી ‘રિયલ હીરો’ બનવા માંગતા હોવ, તો આજે જ યુવા શક્તિ ફાઉન્ડેશન સાથે જોડાઈ રક્તદાતા તરીકે નોંધણી કરાવો.૨૪ કલાક હેલ્પલાઇન / જોડાવા માટે સંપર્ક: 93493 93693 યુવા શક્તિ ફાઉન્ડેશન, મોરબી

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો