વાલપુરા ખાતે મેહરીયા પરિવાર પ્રજાપતિ સમાજમાં શ્રી રામદેવજી મહારાજનો ૩૩ જ્યોત પાટ પૂજન અને સંતવાણી કાર્યક્રમ યોજાયો…

વાલપુરા ખાતે મેહરીયા પરિવાર પ્રજાપતિ સમાજમાં શ્રી રામદેવજી મહારાજનો ૩૩ જ્યોત પાટ પૂજન અને સંતવાણી કાર્યક્રમ યોજાયો…

દેશમાં આસ્થા અને આસ્થા ની પરંપરાનો લાંબો ઈતિહાસ છે,વર્ષોથી પૂર્વજો દ્વારા દેવી- દેવતાઓના ચમત્કારોની વાર્તાઓ વર્ણવવામાં આવી છે.પરંતુ ક્યારેક ભગવાનના ચમત્કારો પણ સામે આવે છે. ત્યારે ઓગડ તાલુકાના વાલપુરા ગામના મેહરીયા પરિવર પ્રજાપતિ સમાજના પ્રજાપતિ પુનાભાઈ વાલાભાઈ પરિવારને શ્રી રામદેવજી મહારાજના અનેક પરચા જોવા મળ્યા છે.અતૂટ શ્રદ્ધા ધરાવતા વાલપુરાના અને વર્ષોથી ડીસા ખાતે ધંધાર્થે સ્થાઈ થયેલ પ્રજાપતિ પુનાભાઈ વાલાભાઈ દ્વારા માદરે વતન વાલપુરા ખાતે શ્રી રામદેવજી મહારાજ નો ૩૩ જ્યોત પાટ પૂજન અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ ૧૭/૦૯/૨૦૨૬ રોજ સાંજે શ્રી રામદેવજી પીરનું ભવ્ય સામૈયા બાદ ભોજન પ્રસાદ લઈ રાત્રે ૯.૧૫ થી સવારના ૫.૧૫ કલાક સુધી સંતો મહંતોની પાવન નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું. પાટના અધિપતિ રમેશભાઈ પ્રજાપતિ રતનપુરા (શિ.), પાટના કોટવાલ રસિકભાઈ પ્રજાપતિ રાજપુરે રાત્રી જાગરણ અને શ્રી જય બાબારી ભજન મંડળ વલસણા (વડનગર- મહેસાણા) ની ભજન મંડળી એ ભજન સત્સંગ કરાવ્યું હતું.આ અવસરે સાંજે વરસાદના અમી છાંટણા સાથે સંતોની ઉપસ્થિતિમા શ્રી રામદેવજી મહારાજનું શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે ઢોલ નગારા અને શરણાઈના સુરો વચ્ચે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.સાંજે ભોજન પ્રસાદ લઈ શ્રી રામદેવજી મહારાજનો ૩૩ જ્યોત પાટ પૂજન અને સંતવાણી કાર્યક્રમની રમઝટ બોલાવવામાં આવી હતી. વિશેષ કે આજે ખુબજ ધોધમાર વરસાદ પડ્યો હોવા છતાં અને સતત વરસાદી માહોલ છતાં પણ આ પ્રસંગે વરસાદ થંભી ગયો હતો અને સંપૂર્ણ વ્યવસ્થા (ભોજન અને ભજન) અગવડ વગર સારી રીતે સચવાઈ હતી આ અવસરે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,મંત્રી વાલાભાઈ પ્રજાપતિ,ઊણ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ રામજીભાઈ પ્રજાપતિ,મંત્રી ઉમેશભાઈ પ્રજાપતિ,રિટાયર્ડ શિક્ષક મુળજીભાઈ પ્રજાપતિ ડીસા,કોન્ટ્રાકટર મનુભાઈ પ્રજાપતિ તાણા,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ થરા, મીડિયાકર્મી નાગજીભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુરના મંત્રી પ્રહલાદભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામના સહમંત્રી દિનેશભાઈ પ્રજાપતિ થરા વાળા (પેઈન્ટર) સહીત સગા સ્નેહીજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

29
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો