MORBI:મોરબીના રવાપર-ઘુનડા રોડ પર ‘કસ્તુરી ટ્વિન-બી’માં અનોખી ભક્તિ: બાળાઓએ નવદુર્ગા સ્વરૂપે ગણપતિ બાપ્પાની આરતી ઉતારી

MORBI:મોરબીના રવાપર-ઘુનડા રોડ પર ‘કસ્તુરી ટ્વિન-બી’માં અનોખી ભક્તિ: બાળાઓએ નવદુર્ગા સ્વરૂપે ગણપતિ બાપ્પાની આરતી ઉતારી

મોરબી:સમગ્ર પંથકમાં હાલ ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે રવાપર-ઘુનડા રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક પાર્ક સ્થિત કસ્તુરી ટ્વિન-બી એપાર્ટમેન્ટ ખાતે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

ગણેશ મહોત્સવ દરમિયાન સોસાયટીની નાની-મોટી બાળાઓએ આદ્યશક્તિ માં નવદુર્ગાના અલગ-અલગ સ્વરૂપો ધારણ કર્યા હતા. માતાજીના શણગાર, મુગટ અને તેજસ્વી વેશભૂષામાં સજ્જ બાળાઓ જ્યારે હાથમાં પૂજાની થાળી લઈને વિઘ્નહર્તા ગણેશજીની મહાઆરતી કરવા ઊતરી, ત્યારે જાણે સાક્ષાત નવદુર્ગા પોતાના પુત્ર ગણપતિની આરતી ઉતારવા પૃથ્વી પર પધાર્યા હોય તેવા અલૌકિક અને દિવ્ય દ્રશ્યો સર્જાયા હતા.

આ આરતી દરમિયાન સમગ્ર વાતાવરણ “ગણપતિ બાપ્પા મોરિયા” અને માં અંબેના જયઘોષથી ગૂંજી ઊઠ્યું હતું. એપાર્ટમેન્ટના રહીશો આ ભાવસભર દર્શન કરી મંત્રમુગ્ધ બન્યા હતા. સોસાયટીના આયોજકો અને બાળાઓના માતા-પિતાએ બાળકોમાં સંસ્કૃતિ અને ભક્તિનું સિંચન કરતી આ અનોખી પહેલને ખૂબ બિરદાવી હતી.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો