ચોટીલા હાઇવે પર SMCનો દરોડો: સહયોગ હોટલમાં પાર્ક પીકઅપમાંથી રૂ.13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

તા.20/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોટીલા- અમદાવાદ નેશનલ હાઇવે પર સફળ દરોડો પાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચોટીલા નજીક આવેલી એક હોટલના પાર્કિંગમાં લાવારિસ હાલતમાં પડેલી બોલેરો પીકઅપ ગાડીમાંથી સ્પેશિયલ ચોરખાનામાં સંતાડેલી રૂ. 13 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 4,326 બોટલો જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, SMCની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ- રાજકોટ નેશનલ હાઇવે નં. 47 પર ચોટીલાથી આશરે 3 કિલોમીટર દૂર આવેલી ‘સહયોગ હોટલ’ના પાર્કિંગમાં એક બોલેરો મેક્સ પીકઅપ ગાડી પાર્ક કરેલી છે. આ વાહનમાં ખાસ ચોરખાનું બનાવી મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો છે. બાતમીના આધારે SMCની ટીમે સહયોગ હોટલ પર સરપ્રાઇઝ રેડ પાડી હતી. તપાસ દરમિયાન પાર્કિંગમાં લાવારિસ હાલતમાં પડેલી બોલેરો પીકઅપ ગાડીના આગળના ભાગમાં બનાવેલું ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી સીલબંધ વિદેશી દારૂની કાચ તેમજ પ્લાસ્ટિકની નાની-મોટી કુલ 4,326 બોટલો ઝડપાઈ હતી. જેમાં વિદેશી દારૂની બોટલો 4326 કિં.રૂ.13,03,315 અને બોલેરો પીકઅપ ગાડીની કિં.રૂ.7,00,000 એમ કુલ મળીને રૂ.20,03,315 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ તપાસ દરમિયાન બોલેરો ગાડીનો ડ્રાઇવર સ્થળ પર મળી આવ્યો ન હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ વાહન મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામના વિજયભાઈ જયંતિભાઈ પટેલના નામે રજિસ્ટર્ડ છે. SMCની ટીમે વાહન માલિક અને ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો