MORBI:મોરબી: ગ્રેડ પે સુધારણા મુદ્દે લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3ના કર્મચારીઓની આજથી અચોક્કસ મુદતની હડતાળ, જમીન માપણી સહિતની કામગીરી ઠપ

MORBI:મોરબી: ગ્રેડ પે સુધારણા મુદ્દે લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3ના કર્મચારીઓની આજથી અચોક્કસ મુદતની હડતાળ, જમીન માપણી સહિતની કામગીરી ઠપ

મોરબી:ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ (મોરબી જિલ્લા યુનિટ) દ્વારા પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ગ્રેડ પે સુધારણા સહિતની માંગણીઓ અંગે સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા આખરે કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

પગાર ધોરણ સુધારવા મુખ્ય માંગમંડળના પ્રમુખ પી.કે. વરમોરાના જણાવ્યા અનુસાર, લેન્ડ રેકોર્ડ ખાતાના સર્વેયર સંવર્ગનું હાલનું પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-4 (ગ્રેડ પે 2400) છે, જેને સુધારીને પે મેટ્રીક્ષ લેવલ-5 (ગ્રેડ પે 2800) કરવાની માંગ છે. આ સાથે જ સિનિયર/ટેક્નિકલ સર્વેયર સંવર્ગનું પગાર ધોરણ પે મેટ્રીક્ષ લેવલ-5 (ગ્રેડ પે 2800) થી વધારીને પે મેટ્રીક્ષ લેવલ-7 (ગ્રેડ પે 4200) કરવાની મુખ્ય રજૂઆત કરવામાં આવી છે.

તબક્કાવાર આંદોલન બાદ આખરી પગલું – કર્મચારી મંડળ દ્વારા તંત્રને અગાઉ 30 દિવસનું અલ્ટીમેટમ અપાયું હતું. માંગણીઓ ન સંતોષાતા તારીખ 11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી તમામ કર્મચારીઓએ પેન ડાઉન આંદોલન કરી કામગીરી બંધ રાખી હતી. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે સામૂહિક રજા (Mass C.L.) રાખી વિરોધ નોંધાવ્યો હતો. સરકારે કોઈ સુખદ અંત ન લાવતા આજે 21 સપ્ટેમ્બરથી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે.

આ આંદોલનને આગળ ધપાવવા મંડળના હોદ્દેદારો પી.કે. વરમોરા, કે.એમ. સુતરીયા, એચ.એમ. ખુટી અને એ.આર. ભીમાણી દ્વારા જમીન દફતર કચેરી કમ્પાઉન્ડમાં શાંતિપૂર્ણ ધરણાં અને આંદોલન કરવા માટે પોલીસ અધિક્ષક પાસે પરવાનગી પણ માંગવામાં આવી છે.

અરજદારો મુશ્કેલીમાં મુકાશે – હડતાળ પર ઉતરેલા તમામ કર્મચારીઓ ટેક્નિકલ સ્ટાફ હોવાથી જમીન માપણી વિભાગ અને સિટી સર્વે કચેરીની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. જમીન માપણીની નવી-જૂની અરજીઓ, પ્રોપર્ટી કાર્ડ સુધારણા અને જમીન સંપાદનને લગતી મહત્વની કામગીરી અટકી પડતાં અરજદારો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો