જામનગરના પ્રદર્શ મેદાનમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત ‘નમો નાદ’ને જબ્બર સફળતા

જામનગરના પ્રદર્શ મેદાનમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત ‘નમો નાદ’ને જબ્બર સફળતા

પ્રદર્શન મેદાનમાં વરસાદ વચ્ચે પણ ભક્તિ સંગીતનો રંગ જામ્યો : મંચ પરથી પૂનમબેનની લાગણીસભર ટકોર, ‘હું આયોજન કરું અને વરસાદ આવે તો આવા ૧૦૦ આયોજન કુરબાન છે’

જામનગર તા ૨૧,
જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના સાનિધ્યમાં ગઈકાલે રાત્રે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલા ‘નમો નાદ’ ભક્તિસભર કાર્યક્રમને જબ્બર સફળતા મળી હતી. કાર્યક્રમમાં જામનગર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રદર્શન મેદાનમાં લોકોની ભીડ સાથે ભક્તિ, સંગીત અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.
કાર્યક્રમના પ્રારંભના સમયે જ વરસાદ શરૂ થતાં થોડા સમય માટે કાર્યક્રમના રંગમાં વિક્ષેપ પડ્યો હતો. જોકે, આયોજકો દ્વારા કરવામાં આવેલી આગોતરી વ્યવસ્થાઓના કારણે વરસાદ બંધ થતાં જ તાત્કાલિક ધોરણે મેદાનમાં સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને નિર્ધારિત સમય મુજબ કાર્યક્રમનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વરસાદ વચ્ચે મંચ પરથી જ સાંસદ પૂનમબેન માડમે વરસાદનો ઉલ્લેખ કરતાં લાગણીસભર ટકોર કરી હતી કે, ‘હું આયોજન કરું અને વરસાદ આવે તો આવું ૧૦૦ આયોજન કુરબાન છે.’ મેઘરાજાની પધરામણી વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયેલા રહેતાં સાંસદે લોકોના ઉત્સાહ અને સાથની લાગણી વ્યક્ત કરી હતી.
‘નમો નાદ’ કાર્યક્રમમાં ઇશાની દવે, હાર્દિક દવે અને રાજ ગઢવીના ભજન તથા સંગીતના તાલે સમગ્ર પ્રદર્શન મેદાન ગુંજી ઊઠ્યું હતું. કલાકારોના ભક્તિ સંગીતના તાલે ઉપસ્થિત શ્રોતાઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ પણ લોકોની વચ્ચે ઉતરી ભજનના તાલે જોડાયા હતા. સાંસદને લોકો સાથે આ રીતે જોડાતા જોઈ ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
ખાસ કરીને જામનગરના યુવાનો અને યુવતીઓમાં કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભજનના તાલે મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા અને સાંસદ પૂનમબેન માડમ સાથે આનંદભેર ઝૂમ્યા હતા.
કાર્યક્રમને મળેલા જબરદસ્ત પ્રતિસાદને નિહાળી સાંસદ પૂનમબેન માડમે નવરાત્રિ પહેલાં ફરી એક વખત આવો જ કાર્યક્રમ યોજવાની જાહેરાત પણ કરી હતી. આ જાહેરાતને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.

સાંસદ પૂનમબેન યુવાઓ (ઝેન-ઝી) સાથે ઝુમ્યાં, સેલ્ફી પણ લીધી

‘નમો નાદ’ કાર્યક્રમ દરમિયાન સાંસદ પૂનમબેન માડમે જામનગરના યુવાનો સાથે હળવાશભર્યો સમય પણ વિતાવ્યો હતો. યુવાનો સાથે ઝુમવાની સાથે તેમણે અનેક યુવાઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. સાંસદે યુવાનો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરતાં અને આનંદમાં જોડાતાં સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. ખાસ કરીને જામનગરના યુવા-યુવતીઓમાં સાંસદ સાથે સેલ્ફી લેવાનો અને તેમની સાથે સમય વિતાવવાનો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ નો ભક્તિસભર અને નૃત્ય સાથેનો નવો અવતાર જોઈને પણ અનેક યુવા યુવતીઓ દંગ રહી ગયા હતા.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો