ખાખી વર્ધીમાં માનવતા અને ઈમાનદારી: સુરેન્દ્રનગર ટ્રાફિક કોન્સ્ટેબલે રૂ.15,000 ભરેલું ખોવાયેલું પાકીટ શોધીને મૂળ માલિકને પરત સોંપ્યું.

તા.21/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બેડામાં ફરજ બજાવતા કર્મચારીએ ફરી એકવાર ઈમાનદારી અને નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એક જાગ્રત અને ઈમાનદાર પોલીસ કોન્સ્ટેબલે રૂ. ૧૫,૦૦૦ ની રોકડ રકમ ધરાવતું પાકીટ તેના મૂળ માલિકને શોધી કાઢીને સલામત રીતે પરત સોંપ્યું છે. મળતી વિગતો અનુસાર, લખતર ગામના રહીશ દિલીપસિંહ મોબતસિંહ રાણા કોઈ કામ અર્થે સુરેન્દ્રનગર આવ્યા હતા. આ દરમિયાન તેમની અજાણતાં કે ભૂલથી પોતાનું કિંમતી પાકીટ ક્યાંક પડી ગયું હતું. આ પાકીટમાં રોકડા રૂ. ૧૫,૦૦૦ જેટલી રકમ તેમજ અન્ય મહત્વના કાગળો/દસ્તાવેજો રહેલા હતા. પાકીટ ખોવાઈ જતાં દિલીપસિંહ ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. બીજી તરફ, આ ખોવાયેલું પાકીટ સુરેન્દ્રનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ભીમજીભાઈ રોજાસરા (બકલ નંબર ૪૭) ને મળી આવ્યું હતું. પાકીટ મળતાં જ અશ્વિનભાઈએ પોતાની આદર્શ ક્ષમતા અને ઈમાનદારી દર્શાવીને તેમાંથી માલિકની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. થોડી જ વારમાં પાકીટના મૂળ માલિક દિલીપસિંહનો સંપર્ક સાધી, તેમને ટેલિફોન કરીને બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ રોજાસરાએ દિલીપસિંહ મોબતસિંહ રાણાની ખાતરી કરીને રૂ. ૧૫,૦૦૦ ની પૂરેપૂરી રકમ સાથેનું પાકીટ હેમખેમ તેમને સોંપી દીધું હતું. પોતાનું ગૂમ થયેલું પાકીટ રોકડ રકમ સાથે પરત મળતાં દિલીપસિંહે રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસ કર્મચારી અશ્વિનભાઈ રોજાસરાની આ સરાહનીય કામગીરી તથા પ્રમાણિકતા બદલ તેમનો આંતરિક આભાર માન્યો હતો. ટ્રાફિક શાખાના આ જવાનની આવી ઉમદા કામગીરીની સમગ્ર પંથકમાં અને પોલીસ બેડામાં ભારે પ્રશંસા થઈ રહી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો