વિજાપુર ઘટક 1 આંગણવાડી કેન્દ્રોમાં મંગળ દિવસની ઉજવણી કીટ નિદર્શન સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાઈ

વિજાપુર ઘટક 1 આંગણવાડી કેન્દ્રોમાં મંગળ દિવસની ઉજવણી કીટ નિદર્શન સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાઈ

મહેસાણા જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગ હસ્તકના ઘટક-1 વિજાપુરના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મંગળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી કીટનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને રમતાં-રમતાં જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી વિવિધ શૈક્ષણિક રમકડાં અને સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાળકોની ઉંમર અને વિકાસના તબક્કા અનુસાર ‘રમત-ગમત ભાગ-1 અને ભાગ-2’, ચિત્રપોથી તેમજ ‘મારી વિકાસ યાત્રા’ બુકલેટનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ‘મારી વિકાસ યાત્રા’ના માધ્યમથી બાળકના સર્વાંગી વિકાસનું અવલોકન કરવામાં આવે છે.
આ ઉપરાંત પોર્ટફોલિયો બેગમાં પુસ્તકો તેમજ બાળકો દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓના નમૂનાઓ રાખવામાં આવ્યા હતા. પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની 17 થીમ આધારિત ટી.એલ.એમ. (Teaching Learning Material) પણ રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વાલીઓ તથા આઈ.સી.ડી.એસ. સ્ટાફ દ્વારા કીટ અને શૈક્ષણિક સામગ્રીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મંગળ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોને રમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા શીખવાની તક આપી તેમના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.

35
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો