મહીસાગર જિલ્લામાં બાળમજૂરી નાબૂદી અર્થે લુણાવાડા ખાતે ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક દરોડા: એક તરુણ શ્રમિક મુક્ત કરાયો, સંચાલકને નોટિસ

મહીસાગર જિલ્લામાં બાળમજૂરી નાબૂદી અર્થે લુણાવાડા ખાતે ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક દરોડા: એક તરુણ શ્રમિક મુક્ત કરાયો, સંચાલકને નોટિસ

***મહીસાગર જિલ્લામાં બાળમજૂરી નાબૂદી અર્થે લુણાવાડા ખાતે ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક દરોડા: એક તરુણ શ્રમિક મુક્ત કરાયો, સંચાલકને નોટિસ
***
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લામાંથી બાળમજૂરીની બદીને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા આશય સાથે જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા લુણાવાડા ખાતે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઈ.ચા. સરકારી શ્રમ અધિકારીની સીધી રાહબરી હેઠળ ટાસ્ક ફોર્સની ટીમે ગત શનિવારના રોજ લુણાવાડા બસ સ્ટેશન સામે આવેલી ‘બોમ્બે ચૌપાટી’ નામક સંસ્થામાં આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પરથી ૧ (એક) તરુણ શ્રમિક કામ કરતો મળી આવ્યો હતો.

બાળ અને તરુણ શ્રમયોગી (નિયમન અને નાબૂદી) અધિનિયમ-૧૯૮૬ની જોગવાઈઓ હેઠળ સંસ્થાના માલિક વિરુદ્ધ નિયમન ભંગ બદલ કાયદેસરની નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સંયુક્ત તપાસ અભિયાનમાં સરકારી શ્રમ અધિકારી-મહીસાગર, ગાયત્રી સેવા સંસ્થાનના પ્રતિનિધિઓ તેમજ ચાઈલ્ડ લાઈન-૧૦૯૮ની ટીમે સક્રિયપણે જોડાઈને સંકલિત કામગીરી પાર પાડી હતી.

જિલ્લામાં બાળ અને તરુણ શ્રમિકોના શોષણને અટકાવવા તથા શ્રમ કાયદાઓનું ચુસ્ત પાલન કરાવવા માટે આગામી સમયમાં પણ વિવિધ વ્યાપારી એકમો અને સંસ્થાઓમાં આ પ્રકારની સઘન તપાસ અને દરોડાની કડક ઝુંબેશ સતત ચાલુ રહેશે, તેમ સરકારી શ્રમ અધિકારીશ્રીની કચેરી, મહીસાગર દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
*************

35
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો