દાહોદ જિલ્લામાં ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત 22 સ્થળોએ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા

તા.૨૩.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત 22 સ્થળોએ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા

5,680 જેટલા લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓ અને નિષ્ણાત તબીબી તપાસનો લાભ લીધો

દાહોદ, તા. 23 સપ્ટેમ્બર, 2026: ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ અને દેવગઢ બારીયા તેમજ જિલ્લાના 20 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ યોજાયેલા આ કેમ્પોમાં પદાધિકારીઓ, પંચાયતી રાજના સભ્યો તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત લાભાર્થીઓ અને નાગરિકોને સ્વચ્છતા જાળવવા અંગેની શપથ લેવડાવવામાં આવી હતી. સાથે જ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કેમ્પમાં આવેલા લાભાર્થીઓની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તથા જરૂરી તબીબી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લાની બંને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા 20 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલા હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પમાં કુલ 5,680 જેટલા લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. જેમાં ગાયનેક વિભાગ દ્વારા 728, પીડિયાટ્રિક વિભાગ દ્વારા 354 તથા ફિઝિશિયન દ્વારા 578 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી.આ ઉપરાંત, 1,057 લાભાર્થીઓની ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ, 331 લાભાર્થીઓની ઓરલ કેન્સર સ્ક્રીનિંગ, 250 લાભાર્થીઓની બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ તથા 200 લાભાર્થીઓની સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. તેમજ 85 લાભાર્થીઓની આંખની તપાસ, 399 લાભાર્થીઓને રસીકરણ સેવા તથા 178 લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.કેમ્પ દરમિયાન વિવિધ આરોગ્ય સેવાઓ સાથે રોગોના પ્રારંભિક નિદાન, સમયસર સારવાર તથા આરોગ્ય અંગેની જાગૃતિ માટે પણ લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના તબીબો, અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કેમ્પને સફળ બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત યોજાયેલા આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પો દ્વારા દાહોદ જિલ્લાના નાગરિકોને તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે એક જ સ્થળે વિવિધ આરોગ્ય તપાસ, નિષ્ણાત તબીબી સેવાઓ, રસીકરણ, ટીબી સ્ક્રીનિંગ તેમજ આરોગ્યલક્ષી માર્ગદર્શનનો લાભ મળ્યો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો