દાહોદ જિલ્લા સ્વનિર્ભર ખાનગી પ્રાથમિક શાળાઓએ સરકાર સામે માંડ્યો મોરચો, કલેક્ટર અને DEOને આપ્યું આવેદનપત્ર

તા.૨૩.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા સ્વનિર્ભર ખાનગી પ્રાથમિક શાળાઓએ સરકાર સામે માંડ્યો મોરચો, કલેક્ટર અને DEOને આપ્યું આવેદનપત્ર

દાહોદ જિલ્લાની સ્વનિર્ભર ખાનગી પ્રાથમિક શાળાઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) તેમજ જિલ્લા કલેક્ટરને વિવિધ પડતર માંગણીઓ સાથેનું એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાં આવેલી મોટાભાગની ખાનગી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સત્તાધારી પક્ષ ભાજપના જ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની છે. આમ છતાં, પોતાની જ સરકારની નીતિઓથી કંટાળીને ભાજપના જ આગેવાનોએ પોતાની સરકાર સામે મોરચો માંડતા સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.શાળા સંચાલકોની મુખ્ય માંગણીઓ FRC પ્રક્રિયા સરળ બનાવો ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા ફી મંજૂરીની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે, જેને વધુ સરળ અને ઝડપી બનાવવાની સંચાલકોએ ઉગ્ર માંગ કરી છે.RTEના નાણાં ચૂકવો RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ મેળવેલા ગરીબ વિદ્યાર્થીઓની ફીની લાંબા સમયથી બાકી નીકળતી રકમ સરકાર દ્વારા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.સરકારી હસ્તક્ષેપ બંધ કરો: શાળાઓના આંતરિક વહીવટ અને કર્મચારીઓની વ્યવસ્થામાં સરકારી વિભાગો દ્વારા થતો બિનજરૂરી હસ્તક્ષેપ બંધ કરી શાળાઓની સ્વાયત્તતા જાળવવાની માંગ કરવામાં આવી છે.કોમન ડેટા પોર્ટલ: શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર અલગ-અલગ ફોર્મેટમાં માહિતી માંગવાને બદલે તમામ વિગતો માટે એક જ ‘કોમન ડેટા પોર્ટલ’ બનાવવાનો સંચાલકોએ આગ્રહ રાખ્યો છે.ફી અને LC અંગે સ્પષ્ટતા: વિદ્યાર્થીઓની બાકી રહેલી ફી અને લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવા બાબતે શિક્ષણ વિભાગ કોઈ અસમંજસ રાખ્યા વિના સ્પષ્ટ માર્ગદર્શન જાહેર કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો