હારીજ તાલુકાની સરેલ પ્રાથમિક શાળા (નાણાં પે. સેન્ટર) મા પ્રજાપતિ સમાજ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું..

હારીજ તાલુકાની સરેલ પ્રાથમિક શાળા (નાણાં પે. સેન્ટર) મા પ્રજાપતિ સમાજ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું..

હારીજ તાલુકાના સરેલ ખાતે આવેલ સરેલ પ્રાથમિક શાળા (નાણાં પે.સેન્ટર), આંગણવાડી,પ્રાથમિક અને હાઈસ્કૂલના ૨૦૦ થી વધુ બાળકોને મોહનથાળ,૨ શાક, પુરી, પાપડ,છાશ અને દાળ- ભાત સહીતનું તિથિ ભોજન અર્પણ કરાયું.
હારીજ તાલુકાના પ્રજાપતિ સમાજ કાતરીયા પરિવારના પ્રજાપતિ કાંતિભાઈ માવજીભાઈ ના સુપુત્ર સ્વ.કાવ્ય પ્રજાપતિની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તથા દીકરીના જન્મની ખુશીમાં દાદા માવજીભાઈ, દાદા ભાવાભાઈ,દાદા સગરામભાઈ ભગત,કાકા રણછોડભાઈ ના માર્ગદર્શન હેઠળ સરેલ ગામની શાળામા ૨૦૦ થી વધુ વિધાર્થીઓને ભાદરવાસુદ-૧૧ ને મંગળવાર તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય પ્રકાશકુમાર પટેલ, શિક્ષક સુરેશભાઈ પરમાર, જીગરભાઈ દેસાઈ, શિક્ષિકા સીતલબેન રાજપૂત સહીત શાળા પરિવર દ્વારા દીકરા કાવ્ય ની આત્માને પરમાત્મા શાંતિ અર્પે તથા પરિવાર અને માતા-પિતા ને ખુબ હિમ્મત અને દિકરાની અણધારી વિદાય થી થયેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો