હાલોલ:ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વૃક્ષારોપણ અને સાફ-સફાઈ કાર્યક્રમ યોજાયો 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૩.૯.૨૦૨૬

ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ સેવાકીય, સામાજિક અને જનભાગીદારીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે વૃક્ષારોપણ તથા સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.કાર્યક્રમનું આયોજન માનનીય કુલપતિ ડૉ. સી. કે. ટીંબાડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા માનનીય કુલસચિવ અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, હાલોલના આચાર્ય ડૉ. પ્રભુ નાયકાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલપતિ ડૉ. સી. કે. ટીંબાડિયા દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે યુનિવર્સિટી પરિસરમાં વિવિધ સ્થળોએ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.વૃક્ષારોપણ સાથે યુનિવર્સિટી કેમ્પસમાં સાફ-સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના અધિકારીઓ, વૈજ્ઞાનિકઓ, અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કેમ્પસના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી કરી હતી.કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના જતન અંગે સપથવિધિ પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ સ્વચ્છ પરિસર જાળવવા, વૃક્ષોનું જતન કરવા તથા પર્યાવરણના સંરક્ષણમાં સક્રિય સહભાગી બનવા માટે શપથ ગ્રહણ કર્યો હતો.આ પ્રસંગે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ એ માત્ર એક દિવસની પ્રવૃત્તિ ન રહેતાં જીવનશૈલીનો ભાગ બનવા જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણનું સંવર્ધન અને નિયમિત સાફ-સફાઈ દ્વારા સ્વચ્છ તથા સ્વસ્થ પરિસરનું નિર્માણ કરી શકાય છે. યુનિવર્સિટી પરિવાર દ્વારા વૃક્ષોના જતન તથા યુનિવર્સિટી પરિસરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ તથા 150 જેટલા સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવારની સક્રિય સહભાગિતાથી સમગ્ર કાર્યક્રમમાં સેવાભાવ અને જનભાગીદારીનો માહોલ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં ડૉ. રાજેશ કે. પંચાલ, મદદનીશ પ્રાધ્યાપક અને મદદનીશ કુલસચિવ, ચેતનભાઈ પટેલ, ચિરાગભાઈ ચુડાસમા તથા મૌલિકભાઈ દવે, જુનિયર ક્લાર્ક દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવામાં આવી હતી.ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા શિક્ષણ અને સંશોધન સાથે પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, સામાજિક જવાબદારી અને જનજાગૃતિને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત આયોજિત આ વૃક્ષારોપણ અને સાફ-સફાઈ કાર્યક્રમ દ્વારા સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી પરિસર તથા સમાજ નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો