ભુજના ઐતિહાસિક ‘સ્મૃતિવન’ની મુલાકાતે સંસદીય સમિતિ: કચ્છની ખુમારી અને નવનિર્માણને જોઈને સાંસદો પ્રભાવિત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૪ સપ્ટેમ્બર : કચ્છનો ૨૦૦૧નો ગોઝારો ભૂકંપ અને તેમાંથી બેઠા થઈને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની કચ્છની ખુમારી આખા દેશ માટે પ્રેરણારૂપ છે. આ જ અદભુત નવનિર્માણની ગાથાને પ્રત્યક્ષ નિહાળવા માટે ભારતની સંસદીય સમિતિ (Personnel, Public Grievances, Law And Justice) ના સભ્યોએ ભુજ ખાતે આવેલા વૈશ્વિક કક્ષાના ‘સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય’ ની મુલાકાત લીધી હતી.

સમિતિના માનનીય ચેરપર્સન બ્રિજલાલજીની આગેવાનીમાં આવેલા લોકસભા અને રાજ્યસભાના ૦૭ (સાત) સાંસદોએ સ્મૃતિવન મ્યુઝિયમની અત્યાધુનિક ગેલેરીઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. સાંસદોએ પૃથ્વીનું ગ્લોબ મોડેલ, વિઝ્યુઅલ ડિસ્પ્લે રૂમ અને કચ્છની સમૃદ્ધ કળા-સંસ્કૃતિને ઉજાગર કરતા વિભાગોને ખૂબ જ રસપૂર્વક અને આત્મીયતાથી નિહાળ્યા હતા.

ભૂકંપની એ ગોઝારી ઘટના બાદ રાખમાંથી બેઠા થયેલા કચ્છના લોકોનું અદમ્ય સાહસ અને અડગ મનોબળ જોઈને સાંસદઓ અત્યંત પ્રભાવિત થયા હતા. તેઓએ આ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્મારકની સુંદર જાળવણી, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને તેમાં વણાયેલી જીવંત લાગણીઓના સમન્વયની દિલથી પ્રશંસા કરી હતી.

આ લાગણીસભર મુલાકાતને કાયમ માટે યાદગાર બનાવવા સાંસદઓએ મ્યુઝિયમના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ‘સ્મૃતિવન’ બોર્ડ સમક્ષ સમૂહ તસવીરો પણ ખેંચાવી હતી. આ ખાસ મુલાકાત વેળાએ લાયઝન ઓફિસર, સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્મૃતિવનનો સ્ટાફ પણ તેમની સાથે જોડાયો હતો.

35
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો