સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૪ સપ્ટેમ્બર : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા. 23 સપ્ટેમ્બર, 2026ના રોજ જીલ્લા રજિસ્ટ્રાર સ.મં. ભુજ-કચ્છની કચેરી દ્વારા સંયુક્ત રીતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ બહુમાળી ભવનમાં રૂમ.નં.૨૨૦-૨૨૧-૨૨૨ ખાતે યોજવામાં આવેલ. તથા તેને સલગ્ન કાર્યક્રમ ભુજ-કચ્છ જિલ્લાના તમામ APMC તથા ભુજ જિલ્લાના તમામ તાલુકા/જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. સુશ્રી એમ.એલ.અગરવાલ જિલ્લા રજિસ્ટ્રાર સ.મં.ભુજ-કચ્છ. એમ.વી.વીંઝોડા કાર્યાલય અધીક્ષક તથા કચેરીના કર્મચારીઓ ઉત્સાહ પૂર્વક હાજર રહી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવેલ.આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને જાહેર સ્થળોને સ્વચ્છ તથા હરિયાળા બનાવવાનો રહ્યો હતો. વૃક્ષારોપણ માત્ર એક દિવસની પ્રવૃત્તિ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની સતત જવાબદારી છે. અભિયાન દરમિયાન APMC તથા તાલુકા /જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. તેમજ પરિસર અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજિત ૧૧૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા અંદાજિત ૨.૨ ટન ઘન કચરો એકત્રિત કરવામાં આવ્યો. જ્યારે સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બને છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કરવામાં આવેલી આ કામગીરી દ્વારા સહકારી સંસ્થાઓએ પણ સામાજિક જવાબદારીના ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવી રહી છે. ભુજ-કચ્છ જિલ્લાના તમામ APMC ખાતે યોજાયેલા આ અભિયાનથી સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનભાગીદારીનો ત્રિવેણી સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

35
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો