જૂનાગઢ જિલ્લના માંગરોળ તાલુકાનામાં 24 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જના સેવા અને સુશાસનના 25 વષૅ પૂણૅ થવાના અવસરની ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે માંગરોળ તાલુકાના ઢેલણા અને લોએજ ગામ ખાતે સેવા સેતુ કાયૅકમ યોજાયો હતો અને કુલ 2650 જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

વહીવટીતંત્ર દ્વારા માંગરોળ ઢેલાણા ગામે ખાતે આયોજીત સેવા સેતુ કાયૅકમમાં 1550 જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો
જ્યારે લોએજ ગામે ખાતે યોજાયોલા સેવા સેતુ કાયૅકમમાં 1100 જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો
સેવા સેતુકાયૅકમના માઘ્યમથી વિવિધ પ્રજાલક્ષી સેવાઓનો લાભ ગ્રામજનોને ધરઆંગણે મળી રહે તે માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતીજેમાં મુખ્યત્વે આવક દાખલ અને જાતિ પ્રમાણપત્રો EWS પ્રમાણપત્ર , નોન- કીમીલેયર પ્રમાણપત્ર, ડોડોમિસાઇલ પ્રમાણપત્ર, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, જેમ કે નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું તથા જરૂરી સુધારા કરાવવા, નવા આધારકાડૅ કાઢવવું અથવા તેમાં જરૂરી સુધારા કરાવવા, આયુષ્માન ભારત કાડૅ, જન્મ, મારણ અને લગ્ન નોધણીના પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપા આથિંક સહાય યોજના , નિરધાર વૃદ્ધ પેન્શન યોજના ઉપરાંત ખેતીવાડી, પશુપાલન સહિતના વિવિધ વિભાગની યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી સેવાઓ ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ઢેલાણા ખાતે સેવા સેતુ કાયૅકમમાં ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા, જૂનાગઢ જિલ્લ પંચાયત ઉપપ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, તાલુકા પંચાયત સદસ્યો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
તેવી જ રીતે લોએજ ખાતે યોજાયેલા સેવા સેતુ કાયૅકમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયત પ્રમુખ નારણભાઈ વાજા, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનશ્રી રવિભાઈ લક્ષ્મણભાઈ નંદાણીયા, અગણી સવૅશ્રી ભરતભાઈ ગરચર , અરજણ ભાઈ આંત્રોલીયા સહિનના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

——–‘ રિપોર્ટર—–
વસંતભાઈ અખિયા, માંગરોળ .








