MORBI:મોરબી લાલપર નજીકથી થાર કારમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ૫ ઝડપાયા 

MORBI:મોરબી: લાલપર નજીકથી થાર કારમાં દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ૫ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીકથી નંબર પ્લેટ વગરની લાલ રંગની મહિન્દ્રા થાર કારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરી માલ મોકલનાર અને મંગાવનાર સહિત સાત સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, વિર ઉર્ફે વિરૂ હિતેશભાઇ રાઠોડ નંબર પ્લેટ વગરની લાલ થાર કારમાં ગેરકાયદે કેફી પીણું ભરી વાંકાનેર તરફથી લાલપર થઈ મોરબી તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે વોચ ગોઠવી વાહનને અટકાવી તપાસ કરતા તેમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ (કિંમત ₹૧,૦૦,૦૦૦) મળી આવ્યો હતો. પોલીસે થાર કાર સહિત કુલ ₹૧૨,૦૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓ:૧. વિર ઉર્ફે વિરૂ હિતેષભાઈ રાઠોડ (રહે. કુલીનગર-૧, વીસીપરા, મોરબી)

૨. અજય દિલીપભાઈ દારોદ્રા (રહે. મેળાના મેદાનમાં, સ્મશાન પાસે, વીસીપરા, મોરબી)

૩. દેવરાજભાઇ નારણભાઇ બોહટીયા (રહે. મહાકાળી ઓઇલ મીલ સામે, વીસીપરા, મોરબી)

૪. નવઘણભાઇ ધનાભાઇ સાંતોલા (રહે. રામાપીરનો ઢોળો, ભદીયાદ, મોરબી)

૫. જીવણભાઈ રમેશભાઈ ભોજવીયા (રહે. શક્તિ મેડિકલ પાસે, વીસીપરા, મોરબી; મૂળ રહે. સોખડા, મોરબી)

ઝડપાયેલા શખ્સોની સઘન પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ જથ્થો સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ચીલોડા ગામના ફરીદાબેન જયંતીભાઇ ચૌહાણે મોકલ્યો હતો અને મોરબીના સલીમ ઉર્ફે રાહુલભાઇ પઠાણે મંગાવ્યો હતો. આથી પોલીસે બંને વોન્ટેડ શખ્સો સહિત તમામ સાત સામે મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો