ભચાઉ ખાતે પ્રાંત અધિકારી નિક્ષય મિત્ર બની 10 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૨૫ સપ્ટેમ્બર : ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC), ભચાઉ ખાતે ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભચાઉના પ્રાંત અધિકારી અભિષેક પ્રમોદ ટાલે નિક્ષય મિત્ર બની ટીબીના 10 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું.આ પ્રસંગે પ્રાંત અધિકારી એ ટીબીના દર્દીઓ માટે યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂક્યો હતો તથા ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા સમાજના દરેક વર્ગની સહભાગિતા જરૂરી હોવાનું જણાવ્યું હતું.CHC ભચાઉના અધિક્ષક ડૉ. કુમાર તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. નારાયણશીંગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો નિક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને પોષણ સહાય પૂરી પાડે તેવી અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન નિલેશ માધાણી તથા વરિષ્ઠ સારવાર પર્યવેક્ષક (Senior Treatment Supervisor – STS) પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે વરિષ્ઠ ક્ષયરોગ પ્રયોગશાળા પર્યવેક્ષક (Senior Tuberculosis Laboratory Supervisor – STLS) પંડ્યા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.નિક્ષય મિત્ર તરીકે પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય કામગીરી ટીબીના દર્દીઓ પ્રત્યેની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે અને ટીબી મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો