મુંદરા તાલુકામાં ₹43 કરોડથી વધુના વિકાસ કામોનું આવતીકાલે ખાતમુહૂર્ત: ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેના હસ્તે યોજાશે કાર્યક્રમ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

મુંદરા તાલુકામાં ₹43 કરોડથી વધુના વિકાસ કામોનું આવતીકાલે ખાતમુહૂર્ત: ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેના હસ્તે યોજાશે કાર્યક્રમ
૦૦૦
શ્રાદ્ધ પક્ષની તિથિ વચ્ચે લોકઉપયોગી માર્ગોના મંજૂર થયેલા કામો શરૂ થતાં આનંદ અને ઉત્સાહનો માહોલ
૦૦૦
‘મન કી બાત’માં વડાપ્રધાનશ્રી કચ્છ માટે વિશેષ સંદેશ આપશે તેવી આશા સાથે કાર્યક્રમમાં જોડાવા અપીલ

રતાડીયા, તા.૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ :
મુંદરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોની વર્ષો જૂની રસ્તાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આવતીકાલે રવિવાર, તા. 27 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવેના હસ્તે રૂ. 43 કરોડથી વધુના વિવિધ રોડ-રસ્તાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત યોજાવા જઈ રહ્યું છે.
દસ વર્ષથી પણ વધુ સમયના લાંબા સમય બાદ મુંદરાના અંતરિયાળ વિસ્તારોને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગોના નવીનીકરણ અને મજબૂતીકરણનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ખાસ કરીને ગુંદાલાથી ભલોટ માર્ગ વચ્ચે આવતા રતાડિયા ગામના જલારામ સખી મંડળની બહેનો, ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ અર્થે તાલુકા કે જિલ્લા મથકે જવા-આવવા માટે પાકા રસ્તા અને વાહનવ્યવસ્થાની અનિવાર્ય જરૂરિયાત હતી. આ રસ્તાઓ મંજૂર થતાં સ્થાનિક ગ્રામજનો અને ખાસ કરીને નારીશક્તિમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ શાસ્ત્રોક્ત વિધિ અને ધાર્મિક પરંપરાઓથી સુપેરે પરિચિત એવા વિદ્વાન બ્રાહ્મણ ધારાસભ્યશ્રીના હસ્તે બીજના શ્રાદ્ધના દિવસે શુભ કાર્યનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે વર્ષોથી અટકેલા આ રોડનું કામ હવે વિના વિઘ્નએ ઝડપથી પૂર્ણ થાય તેવી પ્રજાજનોમાં પ્રબળ ઈચ્છા છે.

વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમ પ્રત્યે વિશેષ ઉત્સાહ:

ખાતમુહૂર્ત કાર્યક્રમની સાથે આહીર સમાજવાડી, બગડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના લોકપ્રિય “મન-કી-બાત” કાર્યક્રમનું પણ વિશેષ પ્રસારણ યોજાનાર છે. વડાપ્રધાનશ્રી હંમેશાં કચ્છ અને કચ્છીમાડુઓ પ્રત્યે વિશેષ કુણી લાગણી અને પ્રેમ ધરાવે છે. તેથી આ વખતના ‘મન કી બાત’ પ્રસારણમાં પ્રધાનમંત્રીજી કચ્છ માટે કોઈ નવો પ્રેરણાદાયી સંદેશ કે સરપ્રાઈઝ આપે તેવી પ્રબળ આશા સેવાઈ રહી છે. આથી તમામ કચ્છીજનોને આ વખતનો ‘મન કી બાત’ કાર્યક્રમ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવા અને નિહાળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

આવતીકાલના મુખ્ય કાર્યક્રમ અને સ્થળની વિગત:

* ગુંદાલા–ટપ્પર–બાબીયા રોડ (રૂ. 2500 લાખ):
સમય: સવારે 9:30 કલાકે | સ્થળ: ગુંદાલા – પત્રી ક્રોસિંગ ચોકડી, ગુંદાલા ગામ

* મોખા–કુંદેરોડી રોડ (રૂ. 210 લાખ):
સમય: સવારે 10:00 કલાકે | સ્થળ: કુંદેરોડી ચોકડી, કુંદેરોડી ગામ

* ગુંદાલા–ભલોટ રોડ (વાયા રતાડીયા) નવીનીકરણ (રૂ. 1531 લાખ) અને સાડાઉં–લુણી–ગણેશ સુવિધાપથ સી.સી. રોડ (રૂ. 61.03 લાખ):
સમય: સવારે 10:30 કલાકે | સ્થળ: આહીર સમાજવાડી પાસે, બગડા ગામ

* વડાપ્રધાનશ્રીનો “મન-કી-બાત” કાર્યક્રમ:
સમય: સવારે 11:00 કલાકે | સ્થળ: આહીર સમાજવાડી, બગડા ગામ

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો