સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે પાંચમા વર્ષે ‘કલ્હાર નવરાત્રી ૨૦૨૬’નું ભવ્ય ભૂમિપૂજન: ઝાલાવાડમાં ગરબા મહોત્સવનો ધમધમાટ

તા.28/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

ઝાલાવાડની ઐતિહાસિક ધરતી પર નવરાત્રી પર્વની ઉજવણીને લઈને ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરના જાણીતા મેળાના મેદાન ખાતે ‘કલ્હાર નવરાત્રી ૨૦૨૬’ના સતત પાંચમા વર્ષના ભવ્ય આયોજન માટે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. કલ્હાર પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવમાં આ વર્ષે ગરબા રસિકો અને ખેલૈયાઓ માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા સુરક્ષાત્મક વાતાવરણ અને શાંતિપૂર્ણ રીતે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, વિશાળ ગ્રાઉન્ડ સ્પેસ, નયનરમ્ય અને આકર્ષક લાઇટ ડેકોરેશન તથા તમામ જરૂરી પ્રાથમિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ગરબા પ્રેમીઓ માટે આ વર્ષનું આયોજન વધુ ખાસ બની રહેશે, કારણ કે જાણીતા કલાકારો પોતાના સંગીતના સૂર રેલાવશે. કીર્તિદાન ગઢવીના ગ્રુપ સાથે જોડાયેલા ખ્યાતનામ ગાયક મુક્તિદાન ગઢવી, પ્રસિદ્ધ સંગીતકાર એ.આર. રહેમાનના ગ્રુપના સિંગર અમૃતા ભારતી તેમજ અંકુર દવે પોતાના સુમધુર અવાજથી ખેલૈયાઓને ઝૂમવા મજબૂર કરશે. પરંપરાગત અને અર્વાચીન ગરબાના અનોખા સંગમ સાથે નવદુર્ગાની ભક્તિ અને આરાધનાનો આ પર્વ ધામધૂમથી ઉજવાય તે માટે આયોજકો રાત-દિવસ તૈયારીઓમાં લાગી ગયા છે. ભૂમિપૂજન સંપન્ન થતાં જ સમગ્ર ઝાલાવાડ પંથકના ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને ભારે રોમાંચ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો