1 ઓક્ટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.ડી.મોદી કોલેજ ઑફ આર્ટ્સ પાલનપુર NSS વિભાગ દ્વારા ભાદરવી પૂનમ મેળા પછી સફાઈના કાર્યક્રમ અંતર્ગત હરિવાવગામ થી રપટગામ સુધીના રૂટ પર સફાઈ કરી સફળતા પૂર્વક આ કાર્યક્રમ ને પૂર્ણ કરવામા આવ્યોહતો.
જેમાં 42 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ને કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી સુરેશભાઈ પટેલ ના માર્ગદર્શન અને પૂર્ણ સહયોગ થી સફળ બનાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ. એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક્ષા એમ પરમાર અને ડૉ જાનકી બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.














