ભુજ તાલુકાકક્ષા કલા મહાકુંભમાં તમામ વયજૂથના સ્પર્ધકોને સવારે ૮:૩૦ કલાકે ઉપસ્થિત રહેવા અનુરોધ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૧ ઓક્ટોબર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત ભુજ તાલુકા કક્ષા કલા મહાકુંભ – ૨૦૨૬નું આયોજન આગામી તારીખ ૦૯/૧૦/૨૦૨૬ના રોજ કરવામાં આવ્યું છે.જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, કચ્છ-ભુજ દ્વારા સંચાલિત તેમજ શ્રી માતૃ છાયા કન્યા વિદ્યાલય (પ્રાથમિક વિભાગ), ભુજ ખાતે આ સ્પર્ધાઓ યોજાશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નોંધણી કરાવેલા તમામ વયજૂથના સ્પર્ધકોએ નિયત તારીખે સવારે ૮:૩૦ કલાકે સ્પર્ધા સ્થળે સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું છે

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો