Rajkot: રશિયન સેનામાં જોડાવા અંગે ભારત સરકારની કડક ચેતવણી- ‘આ જોખમી અને જીવલેણ બની શકે છે

તા.૧/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રશિયન સેનામાં ભારતીય નાગરિકોની ભરતી થઈ રહી હોવાના અહેવાલો વચ્ચે, ભારત સરકારે ફરી એકવાર કડક ચેતવણી જારી કરી છે. વિદેશ મંત્રાલય (MEA)એ ભારતીય નાગરિકો માટે રશિયન સેનામાં જોડાવા અંગે નવી એડવાઇઝરી જાહેર કરી છે અને તેને ‘જોખમી અને જીવલેણ માર્ગ’ ગણાવ્યો છે.

વિદેશ મંત્રાલય દ્વારા 30 સપ્ટેમ્બરે જારી કરાયેલા નિવેદન અનુસાર, છેલ્લા બે વર્ષ દરમિયાન સરકારે અનેક વખત ભારતીય નાગરિકોને રશિયન સેનામાં થઈ રહેલી ભરતી સાથે સંકળાયેલા ગંભીર જોખમો અંગે ચેતવણી આપી છે. આ ઉપરાંત, સરકારે વિદેશમાં રોજગારીની તકો શોધતી વખતે અત્યંત સાવચેતી રાખવાની અને વેરિફાઇડ ન હોય તેવા એજન્ટો અથવા બિનસરકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી નોકરીની ઑફરથી પણ સાવધ રહેવાની વારંવાર સલાહ આપી છે.

મંત્રાલયે જણાવ્યું કે, “એવા અનેક કિસ્સાઓ અમારા ધ્યાનમાં આવ્યા છે, જેમાં કેટલાક લોકો રશિયન સશસ્ત્ર દળોમાં જોડાવા માટે સ્વેચ્છાએ ઑફર શોધી રહ્યા છે. તેઓ એવી સમજ ધરાવતા હોય છે કે, તેમને આ સાથે આર્થિક લાભ મળશે અને બાદમાં ભારત સરકારનો સંપર્ક કરીને રશિયન સેનામાંથી મુક્તિ મેળવી શકાશે. ફરી એકવાર સ્પષ્ટ કરવામાં આવે છે કે આ એક જોખમી માર્ગ છે અને સરકાર સખતપણે આવા પગલાં ન ભરવાની સલાહ આપે છે.”

નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “એવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેમાં લોકોએ સ્વેચ્છાએ પોતાની ભારતીય નાગરિકતા છોડવા, રશિયન પાસપોર્ટ મેળવવા અને ત્યારબાદ રશિયન સેનામાં ભરતી થવા માટે ભારતીય અધિકારીઓનો સંપર્ક કર્યો છે. કેટલાક લોકોએ તો ટૂંકા ગાળાના આર્થિક લાભની લાલચમાં આવીને ભારતીય અધિકારીઓની સલાહ લીધા વિના જ આવું પગલું ભર્યું છે. લોકોને આવા પગલાંની ગંભીરતા સમજવા અને તેઓ પોતાને જે જીવલેણ જોખમમાં મૂકી રહ્યા છે તે અંગે વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે. સરકાર ભારતીય નાગરિકોને આવા પગલાંથી દૂર રહેવાની સલાહ આપે છે.”

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, રશિયન સશસ્ત્ર દળોમાં સેવા આપી રહેલાં તમામ ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા તેમજ તેમને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવા માટે ભારત સરકાર રશિયન પક્ષ સાથે સતત સંપર્કમાં છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો