MORBI:મોરબી દાઉદી વ્હોરા સમાજના P.R.O. અને પાલિકા યુનિયન સેક્રેટરી જુઝરભાઈ અમીનભાઈ નો આજે જન્મદિવસ

MORBI:મોરબી દાઉદી વ્હોરા સમાજના P.R.O. અને પાલિકા યુનિયન સેક્રેટરી જુઝરભાઈ અમીનભાઈ નો આજે જન્મદિવસ

મોરબી નગરપાલિકામાં સુદીર્ઘ ૩૫ વર્ષથી વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા અને ખાસ કરીને છેલ્લા ૨૫ વર્ષથી પણ વધુ સમય સુધી ચીફ ઓફિસર તેમજ પ્રમુખના અંગત મદદનીશ (P.A.) તરીકે યશસ્વી સેવાઓ આપનાર મોરબીના જાણીતા અને લોકપ્રિય વ્યક્તિત્વ શ્રી જુઝરભાઈ અમીનનો ૩ ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે. આ નિમિત્તે મોરબી શહેર અને જિલ્લાભરમાંથી તેમના પર શુભેચ્છાઓની અવિરત વર્ષા થઈ રહી છે.

 

જુઝરભાઈ અમીન માત્ર વહીવટી ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક અને સંગઠનાત્મક સ્તરે પણ ખૂબ મોટું પ્રદાન ધરાવે છે. તેઓ મોરબી નગરપાલિકા એમ્પ્લોઇઝ યુનિયનના સેક્રેટરી તરીકે કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપી તેમની પડખે ઊભા રહ્યા છે. આ ઉપરાંત, તેઓ મોરબી દાઉદી વ્હોરા સમાજના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે અને હાલમાં મોરબી દાઉદી વ્હોરા જમાતના પી.આર.ઓ. (P.R.O.) તરીકે સેવા આપી રહ્યા છે.

 

 

તેમનો મિલનસાર અને માયાળુ સ્વભાવ, વિશિષ્ટ વાણી શૈલી અને બોલવામાં રહેલી અનોખી મીઠાશના કારણે તેઓ સર્વ સમાજના લોકોના દિલમાં કાયમી સ્થાન ધરાવે છે. મોરબી શહેરના તમામ સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, કાઉન્સિલરો, વેપારી વર્ગ, વકીલો, તબીબો તેમજ પત્રકાર મિત્રો સાથે તેઓ વિશાળ જનસંપર્ક અને ગાઢ મિત્રવર્તુળ ધરાવે છે. વહીવટી કુશળતાની સાથે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જુઝરભાઈ હંમેશાં લોકસેવા માટે તત્પર રહ્યા છે.

 

 

આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજકારણીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, નગરપાલિકા પરિવાર, સ્નેહીજનો અને વિશાળ મિત્રવર્તુળ દ્વારા રૂબરૂ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

આ શુભ અવસરે ‘વાત્સલ્યમ્ સમાચાર’ ટીમ પરિવાર તરફથી લોકપ્રિય શ્રી જુઝરભાઈ અમીનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે અને તેઓ દીર્ઘાયુ તથા સદાય નિરોગી અને પ્રગતિશીલ જીવન જીવે તેવી પ્રાર્થના વ્યક્ત કરવામાં આવે છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો