ડમલાઈ પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો વિરોધ! સર્વે-બોરવેલ પહેલાં ગ્રામસભાની મંજૂરીની માંગ.

ડમલાઈ પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો વિરોધ! સર્વે-બોરવેલ પહેલાં ગ્રામસભાની મંજૂરીની માંગ.

 

ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારમાં ડમલાઈ પ્રોજેક્ટ અંતર્ગત થનારી સર્વે અને બોરવેલ ડ્રિલિંગની કામગીરીને લઈને ગ્રામજનો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

 

પડવાણિયા ગૃપ ગ્રામ પંચાયત હેઠળ આવતા ડમલાઈ, પડવાણિયા અને ગુલિયા ફળિયાના ગ્રામજનો તથા ખેડૂતોએ માંગ કરી છે કે પ્રોજેક્ટ અંતર્ગત કોઈપણ સર્વે, બોરવેલ ડ્રિલિંગ કે અન્ય કામગીરી શરૂ કરતા પહેલાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી લેવામાં આવે.

 

ગ્રામજનોના જણાવ્યા મુજબ, જી.એમ.ડી.સી.ના ડમલાઈ પ્રોજેક્ટ અંતર્ગત વિસ્તારમાં સર્વે તેમજ જીઓલોજિકલ અને જીઓ-ફિઝિકલ ડેટા એકત્રિત કરવાની કામગીરી થવાની છે. આ માટે બોરવેલ ડ્રિલિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

 

ગ્રામજનોનું કહેવું છે કે આ વિસ્તાર અનુસૂચિત આદિવાસી વિસ્તાર હેઠળ આવતો હોવાથી PESA કાયદો, બંધારણની પાંચમી અનુસૂચિ અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ગ્રામસભાની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

 

આ સાથે ગ્રામસભા યોજાય ત્યારે તેની પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ, હાજર સભ્યોની રૂબરૂ સહીઓ અને બહુમતીના આધારે નિર્ણય કરવાની પણ માંગ કરવામાં આવી છે.ગ્રામજનો અને ખેડૂતોની વધુ એક મહત્વની માંગ છે કે ખાનગી હોય કે સરકારી જમીન, ગ્રામસભાની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના સર્વે, ડ્રિલિંગ કે અન્ય કામગીરી હાથ ધરવામાં ન આવે. સરકારી જમીન પર કામગીરી માટે સંબંધિત સક્ષમ તંત્રની જરૂરી મંજૂરી મેળવવાની પણ માંગ કરાઈ છે.હવે પડવાણિયા ગૃપ ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર દ્વારા આ રજૂઆત બાદ ગ્રામસભા ક્યારે બોલાવવામાં આવે છે અને આગળ શું કાર્યવાહી થાય છે, તેના પર ગ્રામજનો અને ખેડૂતોની નજર છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

સાધલીથી પોર સુધીના માર્ગના ખાતમુહૂર્તને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં માર્ગનું કામ અધૂરું રહેતા રોડની ખરાબ હાલત અને પાણીના છંટકાવ ના અભાવે ઉડતા ધૂળના ગોટેગોટા ના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી

Horoscope

Weather

વધુ વાંચો

સાધલીથી પોર સુધીના માર્ગના ખાતમુહૂર્તને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં માર્ગનું કામ અધૂરું રહેતા રોડની ખરાબ હાલત અને પાણીના છંટકાવ ના અભાવે ઉડતા ધૂળના ગોટેગોટા ના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો