સાધલીથી પોર સુધીના માર્ગના ખાતમુહૂર્તને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં માર્ગનું કામ અધૂરું રહેતા રોડની ખરાબ હાલત અને પાણીના છંટકાવ ના અભાવે ઉડતા ધૂળના ગોટેગોટા ના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી

ફૈઝ ખત્રી..શિનોર

વડોદરા જિલ્લાના સાધલીથી પોર સુધીના માર્ગની કામગીરીમાં વિલંબ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આશરે 57 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા આ માર્ગનું સપ્ટેમ્બર 2025માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે, ખાતમુહૂર્તને એક વર્ષ પૂર્ણ થયું છે છતાં માર્ગનું કામ અધૂરું છે.

માર્ગની કામગીરી લાંબા સમયથી બંધ હોવાના કારણે રસ્તાની હાલત ખરાબ બની છે. સાથે જ માર્ગ પર નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવતો ન હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

 

માર્ગ પરથી પસાર થતાં મોટા વાહનોના કારણે ધૂળના ગોટેગોટા ઊડતા હોવાથી વાહનચાલકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

 

સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ ન આવતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

આ મામલે શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમૂલભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 9થી 10 મહિનાથી માર્ગનું કામ સદંતર બંધ છે. વરસાદ બંધ થયાને 15થી 20 દિવસ વીતી ગયા હોવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી.

તેમણે ધારાસભ્યને માર્ગનું કામ વહેલી તકે શરૂ કરાવવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે જો કામ વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો ભૂખ હડતાળ, મુંડન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

 

હવે જોવાનું એ રહ્યું કે સાધલીથી પોર સુધીના આ માર્ગની કામગીરી ક્યારે શરૂ થાય છે અને સ્થાનિકોને ધૂળ તથા ખરાબ રસ્તાની સમસ્યામાંથી ક્યારે મુક્તિ

મળે છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો