છોટાઉદેપુરમાં પ્રાકૃતિક કૃષિ ખેતપેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ

છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે પ્રાકૃતિક કૃષિ ખેતપેદાશ વેચાણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ ડૉ. મુકેશ રાઠવા, લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં રીબીન કાપીને વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની પેદાશોનું યોગ્ય મૂલ્ય મળી રહે તેમજ ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સરળતાથી મળી રહે તે હેતુથી ATMA અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના ઈ-લોકાર્પણ કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, વેચાણ કેન્દ્રના કારણે સ્થાનિક ખેડૂતોને પોતાના પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય મંચ મળશે અને જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે. લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની પેદાશો સીધી ગ્રાહકો સુધી પહોંચે તે માટે આવા વેચાણ કેન્દ્રો મહત્વપૂર્ણ બની શકે છે. છોટાઉદેપુર ઉપરાંત બોડેલી અને પાવી-જેતપુર તાલુકામાં પણ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. કાર્યક્રમમાં કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આશિષભાઈ ભીલ, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ. પંચાલ, મદદનીશ ખેતી નિયામક કુણાલ પટેલ સહિત ATMA, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ-કર્મચારીઓ અને સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર તોસીફ ખત્રી

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો