શામળાજી – રતનપુર બોર્ડર ખજૂરી પાસે કેમિકલ ભરેલા ટ્રકમાં ભીષણ આગ, ડ્રાઇવરનું મોત – 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – રતનપુર બોર્ડર ખજૂરી પાસે કેમિકલ ભરેલા ટ્રકમાં ભીષણ આગ, ડ્રાઇવરનું મોત

શામળાજી રતનપુર બોર્ડર નજીક ખજૂરી પાસે કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગતાં ચકચાર મચી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર ટ્રક આગની લપેટમાં આવી ગયો હતો.પ્રાથમિક માહિતી મુજબ, રતનપુરના ખજૂરી નજીક ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે કેમિકલ ભરેલા ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની ગંભીરતાને પગલે ટ્રકમાં સવાર ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે ટ્રકના ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.ટ્રકમાં ભીષણ આગ લાગતા નેશનલ હાઇવે પર વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની સ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવેનો એક તરફનો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો