અરવલ્લી : પોલીસ પર ફાયરિંગ કરનાર બિશ્નોઈ ગેંગના રાજુરામ જંગુના 13 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પોલીસ પર ફાયરિંગ કરનાર બિશ્નોઈ ગેંગના રાજુરામ જંગુના 13 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા

અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે માલપુર નજીક મોર ડુંગરી ગામ પાસે નાકાબંધી કરી પોશડોડાનો જથ્થો ભરી પસાર થતી બિશ્નોઈ ગેંગની સ્કોર્પિયોને અટકાવતા બિશ્નોઈ ગેંગના રાજુરામ ક્રિષ્ણારામ જંગુ અને સ્કોર્પિયો ચાલક સુરેશ બિશ્નોઈએ પોલીસ પર ફાયરિંગ કરતા LCB PI એમ.એચ. ઝાલાએ સ્વબચાવમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરતા રાજુરામ બિશ્નોઈને પગમાં ગોળી વાગતા ઈજાગ્રસ્ત થઈ ઢળી પડતા પોલીસે દબોચી લઈ ગાડીમાંથી 63.87 લાખનો પોશડોડાનો જથ્થો જપ્ત કરી માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

અરવલ્લી એલસીબી પોલીસે રાજુરામ કૃષ્ણરામ જંગુને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે ૧૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.એચ.ઝાલાએ જણાવ્યું હતું કોર્ટે બિશ્નોઈ ગેંગના સાગરીત રાજુરામ જંગુના ૧૩ દિવસના રિમાન્ડ મંજૂર કરતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી બિશ્નોઈ ગેંગ સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ ગાડીઓમાં લાખ્ખો રૂપિયાનો પોશડોડાના જથ્થાની હેરાફેરી કરી રહી છે નશાના કારોબાર માં રાજસ્થાન અને મધ્યપ્રદેશની અનેક સિન્ડિકેટ કામ કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે મધ્યપ્રદેશથી પોશડોડા ભરી સ્કોર્પિયો કાર દાહોદ,પંચમહાલ અને મહીસાગર જીલ્લા માંથી બિન્દાસ્ત પસાર થઈ અરવલ્લી જીલ્લામાં પ્રવેશી રહી હોવાથી ત્રણે જીલ્લા પોલીસ કામગીરી સામે અનેક સવાલ પેદા થઈ રહ્યા છે

INBOX : પોશડોડાનો જથ્થો ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ગેરકાયદેસર ઠલવાતો હોવાની ચર્ચા

પોશડોડાના જથ્થાની એલોપેથિક અને આયુર્વેદિક દવાઓ બનાવવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ભારે માંગ રહે છે પોશડોડાના અર્કમાંથી મોર્ફિન નામની દવા અને ઇન્જેક્શન બનાવવામાં આવે છે જે કેન્સરના છેલ્લા સ્ટેજમાં થતા અસહ્ય દુખાવામાં તેમજ ગંભીર ઓપરેશન પછી થતા દુખાવામાં રાહત મળી રહે તે માટે દર્દીઓને આપવામાં આવે છે તેમજ પોશડોડા માંથી નીકળતા કોડીન સુકી ખાંસી અને માનસિક શાંતિની દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે બિશ્નોઈ ગેંગ સ્કોર્પિયો ગાડીમાં પોશડોડાનો જથ્થો ફાર્માસ્યુટિકલ કંપનીઓને સપ્લાય કરતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો