મેઘરજ – અંબાજી પગપાળા જતા મેઘરજના મુનશીવાડા મહિલાનું અકસ્માત બાદ સારવાર દરમિયાન  મોત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – અંબાજી પગપાળા જતા મેઘરજના મુનશીવાડા મહિલાનું અકસ્માત બાદ સારવાર દરમિયાન  મોત

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મુનશિવાડા ગામની 26 વર્ષીય મહિલાનું અકસ્માતમાં ગંભીર ઈજાઓ બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ, મુનશિવાડા ગામની ભુરીબેન પ્રવિણભાઈ ડામોર અંબાજી પગપાળા જઈ રહ્યા હતા. દરમિયાન ખેરોજ નજીક કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભુરીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે, સારવાર દરમિયાન ભુરીબેન પ્રવિણભાઈ ડામોરે અંતિમ શ્વાસ લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતક ભુરીબેનને એક દીકરી અને એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે.અકસ્મિક મોતની ઘટનાથી મુનશિવાડા ગામમાં પણ શોકની લાગણી પ્રસરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો