તારીખ ૦૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાકીય કાર્યનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ ના સહયોગથી ચાલતા હેલ્પ એજ ઈન્ડિયા ના ગોધરા M.H.U. દ્વારા ભવ્ય મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ કાર્યક્રમમાં કાલોલ તાલુકા ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર અને શામળદેવી ગામના સરપંચ મહેશભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ આ કેમ્પને સફળ બનાવવા પૂરતો સહયોગ આપ્યો હતો જેમાં કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમે સેવા આપી હતી તેવા બાળકોના ડોક્ટર દર્શનભાઈ આહીર,સામાન્ય રોગ વિશેષજ્ઞ ડોક્ટર હેમલ પટેલ અને ડોક્ટર કેમી પટેલ સાથે કાલોલ રેફરલ હોસ્પિટલના વાત્સલ્ય કેન્દ્ર ના અનુભવી સ્ટાફ દ્વારા ગામના લોકો માટે વિવિધ પ્રકારના લોહીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ મેગા કેમ્પમાં ગામના ૪૦૦થી વધારે લોકોએ લાભ લીધો હતો. મોટી સંખ્યામાં વડીલો, મહિલાઓ અને બાળકોએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી અને વિનામૂલ્યે દવાઓ તથા માર્ગદર્શન મેળવ્યું હતું. જ્યાં ગ્રામજનોએ આ આરોગ્યલક્ષી સેવા બદલ એસએમએફજી ઈન્ડિયા ક્રેડિટ અને હેલ્પ એજ ઈન્ડિયા નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.











