વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ 2026 ગીતામંદિર હાઇસ્કુલ પાર્ટી મુકામે તારીખ:28/9 /2026 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનતા માધ્યમિક શાળા ખેરગામમાંથી રસ્સા ખેંચમાં સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો,જેમાંથી સમગ્ર તાલુકામાં ઓપન એજ ગ્રુપમાં ભાઈઓની અને બહેનોની ટીમ રસ્સા ખેંચમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. અંડર 17 માં ભાઈઓ અને બહેનોએ રસ્સા ખેંચમાં અનુક્રમે ત્રીજો અને બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો તા.01/10/2026ના રોજ એથ્લેટિક્સની સ્પર્ધામાં પણ શાળાના વિદ્યાર્થીઓએ આ ભૂતપૂર્વ દેખાવ કર્યો હતો, જેમાં અંડર 17 બહેનોમાં 200 મીટર અને 400 મીટર લાંબી દોડ સ્પર્ધામાંમાં ધારા હળપતિએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો, ત્યાર બાદ અંડર 17 માં ભાઈઓમાં મેહુલ પટેલે 200 મીટર લાંબી કુદમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અલુક રાઉતે 1500 મીટરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. મયુર ગાયકવાડે 800 મીટર દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને આર્યન પટેલ 5000 મીટર દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતોઉપરાંત અન્ડર 17 બહેનમાં તનુશ્રી રાઠોડ ગોળા ફેંક ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો અને ચક્ર ફેકમાં પણ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો, અંડર 17 ભાઈઓમાં નિકુલ વસાવાએ 100 મીટરમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો,પવાર યાકુબે 100 મીટરમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો,દિગ્વિજય મહાલા 200 મીટરમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો તનય પટેલે ચક્ર ફેંકમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળા પરિવાર અને સંચાલક મંડળ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને વ્યાયામ શિક્ષકશ્રી કેતનભાઇ પટેલને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.










