થરા વોર્ડ નંબર- ૧ માં ભાજપ ના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્યસભા ના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડીયા ના હસ્તે રીબીન કાપી કરાયું..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે.ત્યારે થરા શહેર ના વોર્ડ નંબર-૧માં ભાજપ દ્વારા જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. થરા જુનાગામ તળ વિસ્તારમાં આવેલી જૂની આંગણવાડી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો,કાર્યકરો તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લોકસેવાને વધુ વેગવંતી બનાવવા તેમજ વોર્ડના નાગરિકો સાથે સતત સંપર્ક જળવાઈ રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રજાપતિ સમાજના રાહબર તથા ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવડીયા (પ્રજાપતિ)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરા સ્ટેટના માજી રાજવી તથા પાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પ્રજાપતિ ભારૂભાઈ કેશાભાઈ,ખેડૂત અને વહેપારી અગ્રણી ચૌધરી રાજુભાઈ અણદાભાઈ,ઉમેશભાઈ પ્રજાપતિ,કનુભાઈ ઠક્કર, ફકીરમહંમદ સાંચોરા, ઈદ્રીસ મેમણ,રાયમલભાઈ ચૌધરી, રસિકભાઈ પ્રજાપતિ, રાજુભાઈ પ્રજાપતિ કુંવારવા, રમેશભાઈ પ્રજાપતિ રાજપુર, વેલાભાઈ પ્રજાપતિ નાથપુરા, સાહિત્યકાર દીપકભાઈ જોષી,પ્રવીણભાઈ પરમાર, અંકુરભાઈ ઠક્કર (એલ.આઈ.સી.),વકીલ મુકેશભાઈ બુકોલીયા તથા ઉમેદવારો સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે
ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવડીયા (પ્રજાપતિ) ના વરદ હસ્તે રીબીન કાપી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.આ દરમિયાન ભાજપના કાર્યકરો માં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર-૧ ના નાગરિકો સાથે સતત જનસંપર્ક રાખી તેમની સમસ્યાઓ અને પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આ કાર્યાલય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.
રવિવારે રાત્રે થરા નગર પાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૬ માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો પણ ભાજપના ઉમેદવારને જાહેરમા સમર્થન આપ્યું હતું આમ વોર્ડ નંબર ૩ ની મિટિંગ પણ શ્રી ગોગા ચોક ખાતે યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહી ભાજપને સમર્થન આપ્યું હતું.ત્યારબાદ વોર્ડ નંબર ૧ માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં થરા શહેર ભાજપ મહામંત્રી અલ્પેશભાઈ શાહે શાબ્દિક શબ્દો દ્વારા ઉપસ્થિત મહેમાનો તથા કાર્યકરોનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ દ્વારા દિનેશભાઈ અનાવડીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો એ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે,નગર પાલિકા વિસ્તારના વિકાસ માટે લોકો સાથે સતત સંપર્કમાં રહેવું જરૂરી છે.વોર્ડના નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે સરળ અને સીધું માધ્યમ મળી રહે તે માટે જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વોર્ડ નંબર ૧ ના વિસ્તારમાં વિકાસના કામોને પ્રાથમિકતા આપી નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકાના પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા વચન આપ્યું હતું કે વોર્ડ નંબર -૧ ના લોકોને પણ આઈકોનીક રોડ બનાવી આપવામાં આવશે. ભાજપના કાર્યકરો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવશે.
આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના વિકાસમાં નાગરિકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે અને જનતાના પ્રશ્નોને સાંભળી તેનું યોગ્ય નિરાકરણ લાવવાની દિશામાં કાર્ય કરવામાં આવશે. વોર્ડ નંબર-૧ ના દરેક વિસ્તારમાં લોકો સુધી પહોંચી તેમની સમસ્યાઓ જાણીને લોક સેવાના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે.
દીપકભાઈ પરમારે (રાવણા રાજપૂત) જણાવ્યું હતું કે થરા નગર ની અંદર આઈકોનિક રોડ રસ્તા જેવા અનેક વિકાસના કાર્યો કર્યા છે તો થરા નગરમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવા કરવા જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ આગામી નગરપાલિકા ચૂંટણી માં પક્ષને મજબૂત બનાવવા તથા વોર્ડના દરેક મતદાર સુધી પહોંચી ભાજપની વિકાસલક્ષી કામગીરીની માહિતી પહોંચાડવા અંગે પણ ચર્ચા કરી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો,ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તથા સમાજના આગેવાનો નો અને પત્રકારોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર-૧માં જનસંપર્ક કાર્યાલયના પ્રારંભ સાથે ચૂંટણીલક્ષી કામગીરીને પણ વેગ મળ્યો હોવાનું જોવા મળ્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530











