રીપોર્ટ આસીફ લુણાવાડા

કડાણા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી કડાણા પોલીસ
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તેમજ જી.એલ.ચૌધરી 1/c નાયબ પોલીસ અધિક્ષક સંતરામપુર વિભાગ સંતરામપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડી તેઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ
જે સુચનાના અમલીકરણ હેતુ એસ.એલ.કામોળ પોલીસ ઇન્સપેકટર કડાણા પો.સ્ટે. નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૭૦૦૪૨૬૦૨૧૬/૨૦૨૬ ના ગુન્હામા છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી શકિતસિંહ જગમાલસિંહ શકતાવત રહે.ગડાશકતાવત તા.આસપુર જી.ડુગરપુર રાજસ્થાન નાઓ પુનાવાડા ખાતે આવનાર હોવાની બાતમી આધારે કડાણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સરસ્વા ચોકડી ખાતે વોચ તપાસમાં હતા, તે દરમ્યાન આરોપી શકિતસિંહ જગમાલસિંહ શકતાવત નાઓ સરસ્વા ચોકડી ખાતેથી મળી આવતા તેઓને ઝડપી લઇ કડાણા પોલીસ સ્ટશને લાવી તેઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ
(૧) શકિતસિંહ જગમાલસિંહ શકતાવત ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.ગડાશકતાવત પર્દા ઈન્તીવર પારડા ઈટીવાર તા.આસપુર જી.ડુંગરપુર રાજસ્થાન









